________________
ત, સાની,
તન અને
ચી ભાવનાથી કા. શા
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૩૫ ] બુદ્ધિવાદ જ છે અને બુદ્ધિવાદ માત્રથી ખરું જ્ઞાન મળ્યું એમ માની લેવું ભૂલભરેલું છે. જેનાથી જીવનની સાર્થકતા થાય તે જ જ્ઞાન લેખાનું છે. જેમ પ્રકાશથી અંધકાર નાસે તેમ સાચા જ્ઞાનથી રાગ, દ્વેષ ને મેહરૂપ અંધકારે નાસવું જોઈએ, જીવનમાં સારે પ્રકાશ પડ જોઈએ, ખરો વિવેક જાગ જોઈએ, જીવનકળા જાગવી જોઈએ, તેવું જ્ઞાન–વાસ્તવિક જ્ઞાન-આત્મજ્ઞાન મેળવવા માટે ખરા જ્ઞાની સંતપુરુષને સેવવાની જરૂર છે. વિનય બહુમાનથી તેમની યોગ્ય સેવા થઈ શકે છે. તેવા સંત, જ્ઞાની પુરુષને પામી તેમની પાસેથી આત્મ–અનાત્મ ભાવના ભેદ (ચેતન અને જડનાં લક્ષણે) યથાર્થ સમજી, સ્વજીવનમાં દાખલ કરી, સાચેસાચી ભાવનાથી જ્ઞાન મેળવવું અને પિતાના જીવનને નવો અવતાર આપ–સાર્થક કરે. જ્ઞાનરૂપી અગ્નિમાં પોતાનું “અહં ને મમ” “હું ને મારું અને દુનિયાદારીની સઘળી વાસનાઓને બાળીને રાખ કરાય તે જ સાચું જ્ઞાન મળેલું લેખાય. વિધિપૂર્વક જ્ઞાનને માર્ગ સેવાય તે કલ્યાણને માર્ગ સહેલે થાય; પરંતુ જે તે વિધિપૂર્વક ન સેવાય તો જ્ઞાનને બદલે સ્વછંદતા પેસી જાય ને ઊલટો અનર્થ થાય. એટલા માટે જ્ઞાનમાર્ગમાં ખાસ ચેતીને સાવધાનપણે કઈ સંત, જ્ઞાની પુરુષને હાથ બરાબર પકડી રાખીને ઊંચે ચઢવું એ સલામતીભરેલું છે, નહીં તે કર્મ છોડવાને બદલે ઊલટે કર્મને બંધ પણ થવા પામે તેથી સારાસાર(હિતાહિત)ને વિચાર કરીને વિધિયુક્ત સાચું જ્ઞાન ( તત્ત્વજ્ઞાન) સંપાદન કરીને સ્વજીવનને સાર્થક કરવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૩૭ ]