________________
[ ૧૩૪ ]
શ્રી કષ્પરવિજયજી કમાં ઓગણીશમા પૃષ્ઠ પર આપેલી છે, તે તેના અથી જનેએ સરહસ્ય વાંચી જવી. તેમાં પ્રસંગોપાત જણાવેલ છે કે સાગરચંદ્ર કુમારે એકદા કેઈક પુરુષ પાસેથી પાંચસો સોનૈયા આપી નીચેની એક કિંમતી ગાથા ગ્રહણ કરી હતી.
ufથા વિજ કદ ૬, ફુ તા સુહૃત્તિ નવા તા મુજુ મોટું, અને રિચ લુક વિઘં . ૨ . ” તેને પરમાર્થ એ છે કે જીવને દુઃખ તેમ જ સુખ પણ જ્યારે ખરેખર વગરમાગ્યાં જ આવી મળે છે ત્યારે તેમાં મુંઝાયા વિના કેવળ ધર્મનું આરાધન કરવામાં જ આગ્રહ રાખ. સુખદુઃખ સમયે તેમાં મુંઝાઈ હર્ષશેકગ્રસ્ત બની જવું તે શ્વાનવૃત્તિ કે અજ્ઞાનવૃત્તિ જાણવી. તે સમયે તેનું મૂળ કારણ શોધી કાઢી, તેમાં મુંઝાયા વગર સિંહપુરુષને શોભે એવો ખરો સારિક માર્ગ આદર તે સિંહવૃત્તિ લેખાય. એ વૃત્તિથી સાગરચંદ્ર વિશાળ રાજ્ય ભોગવી અંતે ચારિત્ર પાળી મોક્ષપદ પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૯ ]
સાચું જ્ઞાન. જ્ઞાન એટલે સારાસારનો વિચાર. સારાસારનો વિચાર કરીને જ અટકી જવું તેમ નહીં, પણ આપણે આખી જીવવાની રીતભાત જ બદલાઈ જાય તેમ કરવું, જેથી નાશવન્ત પદાર્થોની તૃષા મટીને શાશ્વત વસ્તુની તૃષા લાગે. જ્યાં સુધી સાચું શાશ્વત અશ્વર્ય ન મળે ત્યાં સુધી એક પળ પણ ગુમાવ્યા વગર આગળ ને આગળ વધવા માટે રાત-દિવસ સતપુરુષાર્થ જ કરાતો રહે તેનું જ નામ સાચું જ્ઞાન, તે વગરને તે એક