________________
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજયજી ૧૦. ગુરુશ્રીને અનેક રીતે સંતોષ ઉપજાવવાથી, ગુરુ પ્રત્યે ભક્તિભાવથી તેમ જ વિનય–બહુમાન સાચવવાથી શિષે ઈચ્છિત સૂત્રાર્થને શીધ્ર પાર પામે છે. વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવાથી તેની આરાધના થાય છે. અન્યથા વિરાધના દોષવડે જીવને અનર્થ-આશાતના થવા પામે છે.
૧૧. વિદ્યાસાધકના દાન્ત શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોગ્ય શિષ્યને સૂત્ર-અર્થ શિખવવા અન્યથા અનેક દેષ થવાનો સંભવ છે.
૧૨ જેમ કાચા ઘડામાં નાંખેલું પાણી તે ઘડાનો નાશ કરે છે તેમ આ સિદ્ધાન્તરહસ્ય હીણસત્વવાળા અયોગ્ય જીવને વિનાશ કરે છે.
૧૩. કર્મવશવતી જીવોએ ધારણાશક્તિ હોય કે ન હોય તે પણ શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવામાં ઉદ્યમ તો સદા ય કર્યા કરે.
૧૪. જે આખા દિવસમાં એક પદ જ આવડે અથવા પંદર દિવસે અધું જ લેક યાદ થઈ શકે તો પણ જે જ્ઞાન મેળવવા ઈચ્છા જ હોય તો અભ્યાસ કરવાને ઉદ્યમ ન જ તજવે.
૧૫. જુઓ, શીતળ જળ ધીમે ધીમે વહેતું વહેતું નદીના સંબંધવાળું થઈને દુર્ભેદ્ય પહાડને પણ ભેદી શકે છે.
૧૬ સૂત્ર(દેરા)માં પરોવેલી સોય કચરામાં પડી છતી પણ નાશ નથી પામતી–તે પાછી જડી આવે છે, તેમ જ્ઞાનવંત જીવ પણ કર્મયેગે સંસારમાં પડ્યો છતે પણ નાશ નથી પામત. જ્ઞાનના પ્રભાવથી તે પાછો અલ્પ સમયમાં બધિલાભ પામીને ઊંચે આવે છે.