________________
( ૨૩ ) સ્વરાજ્ય એ જ સાચું સ્વરાજ્ય છે એ પ્રતિપાદન કરતાં વ્યવહારિક સ્વરાજ્યની આવશ્યકતા અને તેના ઉપાય જરાયે અચકાયા વિના આત્માના
અવાજ પ્રમાણે બતાવ્યા છે અને પોતે પણ આજીવન શુદ્ધ ખાદી વાપરી તે આચરી બતાવ્યા છે.
આપણુ પ્રજાની નિર્બળ નિઃસર્વતા તેમને ખૂબ ખૂંચતી. જેનજીતનાર-જિનેશ્વર દેવને માનનાર પ્રજા નિ:સત્ત્વ હોય જ કેમ ? એ તેમને લાગ્યા કરતું ને વારંવાર નિયમિતપણું–તપશ્ચર્યા-બ્રહ્મચર્ય અને જીવનનું ઉચ્ચ ધ્યેય સાચવી રાખવા ઉપદેશ આપતા. પૃ. ૫૬ પર તે માટે સચોટ ભાષામાં બાળલગ્નને વખોડી કાઢી પાકટ વય સુધી બાળકોને પવિત્ર વિચાર, વાણી અને આયરણનું શુદ્ધ ભાવથી પ્રતિ પાલન કરવારૂપ બ્રહ્મચર્ય સેવન કરાવવા પિતાઓને જણાવે છે.
પૃ. ૫૮. સ્ત્રી કેળવણી જે સામાજિક મહાપ્રશ્ન પણ તેઓ વિચારી ચૂક્યા હતા. શેઠ અમરચંદ તલકચંદે તૈયાર કરાવેલ શ્રેણીમાં સુધારાવધારો કરવારૂપે પાંચ પાઠ તેઓ તૈયાર કરે છે. એમાં સ્ત્રીકેળવણુની કિમત, સ્ત્રીઓને ભણાવવી એ કર્તવ્ય કે અકર્તવ્ય ? ગૃહસત્તાને મુખ્ય આધાર સ્ત્રીકેળવણી પર શી રીતે ? સમાજનો ઉદ્ધાર કરવામાં સ્ત્રીકેળવણી શો ભાગ ભજવે છે ? અને કેળવણી જ્ઞાનમાં પરિણમે છે ત્યારે જન્મસાફલ્ય કરવારૂપ કેવી રીતે બને છે તે સવિસ્તર સમજાવવામાં તેમણે ખરે જ અતિ ઉપકાર કર્યો છે. વર્તમાન યુગમાં જ્યારે કેળવણીનાં સ્થાન અને સાધનો વખોડનાર પણ નીકળી આવે છે ત્યારે આ જૂના યુગના જોગી, સમયની નાડ પારખી-સમાજનો રંગ નીરખી સ્ત્રીકેળવણી અને સ્ત્રીને જ્ઞાનની અગત્ય સમજાવે છે ત્યારે તેમના પ્રતિના પૂજ્યભાવની માત્રા ખરે ખર વધી જાય છે.
પૃ. ૬૭ થી તેઓશ્રીની અતિ પ્રિય અને દેવભૂમિ સિદ્ધગિરિ શત્રુયાત્રારહસ્ય સમજાવે છે. સમજણ વિના યાત્રા કરવા કરતાં સમજણ પિછાનપૂર્વક યાત્રા લાભનાં મોંઘાં મૂલ્ય દર્શાવી યાત્રા માટેના અભિલાષા જગાવે છે અને ત્યાં જવાના સંબંધમાં અગત્યની સૂચનાઓ આપે છે.