________________
( ૨૨ )
સમજી જીવનમાં ઉતારી શકે એ રીતે ગહન ધર્મતત્ત્વા, સિદ્ધાંતા, વ્યવહાર, સમાજોન્નતિ આદિ વિષયોને સરળ ભાષામાં એમણે પીરસ્યાં છે. જેવા પાતે ખાખી ધ્યાનમસ્ત સક્રિયાપાત્ર કડક આચાર પ્રતિપાલક અને સમતાના સાગર હતા તેવા જ તેમના સક્ષેાધના સાગરે તેમને વિખ્યાત અને પૂજ્ય બનાવ્યા છે. વિશ્વબંધુતા અને ગુણાનુરાગદષ્ટિની મૂર્તિ આજે તો આપણે ખાઇ ખેડા છીએ છતાં એમની જ્ઞાનવિભૂતિ તેમને આપણી વચ્ચે અમર રાખી રહેલ છે. સમતાભર્યાં સામ્ય, ઢળેલાં દયાપૂર્ણ નયને યુક્ત ચહેરા, પવિત્ર ખાદીધારી ખાખી દેહ અને જગત પર ઉપકાર કરવા ઉલ્લુસી રહેલ દિલવાળા એ સાધુશ્રેષ્ઠનાં લખાણા ધ્યાનપૂર્ણાંક વાંચતાં, જીવનમાં ઉતારતાં, પારસમણિ લાહને કંચન કરે એ ન્યાયે માનવને ઉચ્ચ માનવ–દેવતુલ્ય અને પરપરાએ મુક્તિગામી મનાવ્યા સિવાય ન જ રહે. હવે આપણે તેમનાં લખાણાની પિછાન કરવા પ્રયત્ન આદરીએ કે જેમાંથી વાકયે વાકયે તેએશ્રીના જીવનની ઝાંખી, સ્વાનુભવનાં સ્મરણેા, ક્ષયેાપશમની તારતમ્યતા અને ગહન જ્ઞાનસાગરની ઊંડાઇનાં માપ જડે.
પ્રારભ કરે છે તેઓશ્રી ‘ હૃદયાંત ત નમસ્કાર મંત્રનું સ્થાન' ત્યાંથી. ચૌદ પૂર્વના સાર—દ્વાદશાંગીના સાર તે નમસ્કાર મહામત્ર! એના મરણુથી થતી આત્મવિશુદ્ધિ, પ્રાપ્ત થતી મહામાંગલ્યની મણિમાળા અને આ ભવ–પરભવની સફળતા-એનું મહાત્મ્ય ઉત્તમ દૃષ્ટાંતા સહિત બતાવ્યું છે.
પછીનાં પૃષ્ઠોમાં જીવનપ્રણાલી, હિતેાપદેશ અને સક્ષેધ વિગેરે દ્વારા માનવજીવનને। ઉન્નતિક્રમ સાધવા સાધન અપે છે.
પૃષ્ઠ ૨૦ થી ૨૫ અને ૩૦ થી ૩૬ માં આપેલાં વચનામૃતા સાથે જ જીવનની પવિત્રતાને વધુ પુષ્ટ કરનાર વીટામીને-જીવનતત્ત્વા લાગે છે.
પૃ. ૩૮ થી ૪૧ પર નવપદનમસ્કાર કાવ્ય તથા નવપદસ્વરૂપગર્ભિત અરિહંતાદિક આરાધન ઉપદેશ એ એ કાવ્યા સંસ્કૃતમાં આપી તેના મૂળ પર ઉત્તમ વ્યાખ્યા કરી શ્રીનવપદ આરાધનનું માહાત્મ્ય બતાવ્યું છે.
પૃ. ૫૩ માં ખરું સ્વરાજ્ય મેળવવાના ઉપાય બતાવવા આત્મ