________________
[ ૨૨૮ ]
ઇરિયાવહી પડિક્કમતાં કેટલા ભેદે દુઝડ દેવાય છે ?
શ્રી કપૂરવિજયજી
મિચ્છામિ
નારક, તિહુઁચ, મનુષ્ય અને દેવતારૂપ ચારે ગતિના પર્યાપ્ત–અપર્યાપ્ત ભેદે કુલ જીવાના ૫૬૩ ભેદ થાય છે. તે ભેદ આ રીતે સાતે નારકીના ૧૪, તિય ચના એકેન્દ્રિય પ્રમુખ ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેવના ૧૯૮ મળીને ચારે ગતિના સર્વે જીવાના ૫૬૩ ભેદ કહ્યા છે. તેને અભિહયા, વત્તિયા પ્રમુખ દશ પદે ગુણતાં ૫૬૩૦ ભેદ થાય. તેને રાગ અને દ્વેષવડે ગુણતાં ૧૧૨૬૦ ભેદ થાય. તેને મન, વચન, કાયાથી ગુણતાં ૩૩૭૮૦ ભેદ થાય. તેને કૃત, કારિત અને અનુમતિવડે ગુણતાં ૧૦૧૨૪૦ ભેદ થાય. ત્રણ કાળવડે ગુણુતાં ૩૦૪૦૨૦ ભેદ થાય. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, સભ્યગ્દિષ્ટ દેવ, ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છ પદે ગુણુતાં ૧૮૨૪૧૨૦ ભેદ થવા પામે છે. આ પ્રમાણે ઉપયાગ સહિત ઇરિયાવહી પડિક્કમતાં આટલા બધા પ્રકારે મિચ્છામિ દુક્કડ દેવામાં આવે છે. વિવેક સહિત ઉપયાગપૂર્વક ઇરિયાવહી પ્રતિકમતા અઇસત્તા કુમાર મુનિની પેઠે પાપના ભાર ઉતારી, આત્માને હળવા કરી, શુદ્ધ સ્વરૂપરમણુતાવડે યાવત્ શિવસ ંપદા–માક્ષલક્ષ્મી પ્રાપ્ત થઈ શકે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૭ અહિંસા ધર્મને સમજી તેના કરવા જોઇતા આદર.
૧. વિષયકષાયાદિક પ્રમાદ યા સ્વચ્છ ંદતાવશ મન, વચન, કાયાના દુરુપયેાગવડે થતી સ્વપરપ્રાણહાનિરૂપ હિંસાથી સાવ