________________
લેખ સંગ્રહ : ૩ :
[ ર૨૭ ] એકતા સાધતો–એકતાન પામેલે અંતરાત્મા પરમાત્મારૂપ થવા પામે છે. લવણ પૂતળી થાહ લેવણુકું, સાયરમાંહી સમાણ. એટલે તેમાં જ પીગળી જઈ તરૂપ થાય છે તેવી જ રીતે ગુણસાગર પ્રભુમાં-પ્રભુપદમાં એકરસ થઈ જનાર અંતરાત્મા નિઃશંક પરમાત્મપદ પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૬ ] સાધુ અઢાર હજાર શીલાંગ રથના ધોરી શી રીતે?
પૃથ્વી—અ—તેઉ-વાયુ-વનસ્પતિકાયરૂપ એકેન્દ્રિય, બિ, તિ, ચઉરિન્દ્રિય તેમ જ સર્વ જાતીય પંચેન્દ્રિય મળી સકળ જીવરાશિના ૯ ભેદ અને કઈ પણ અજીવ પદાર્થને જીવબુદ્ધિથી જીવ ગણે એમ સવે મળીને દશ પ્રકારની જીવ વિરાધનાથી વિરમગાવડે શીલ-સદાચારના દશ ભેદ થવા પામે છે, તેના મન, વચન, કાયાથી, કૃત, કારિત અને અનુમોદનાદિ ભેદ ગણતાં ૯૦ ભેદો થાય છે. વળી આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાને જીતવાથી તેના ૩૬૦ ભેદ થાય છે. શ્રેત્ર (શ્રવણ) ઈન્દ્રિય પ્રમુખ પાંચે ઈન્દ્રિયોને દમી કાબૂમાં રાખવાવડે તેના ૧૮૦૦ ભેદ થાય છે. ક્ષમા, મૃદુતા,
જુતા પ્રમુખ દશવિધ શ્રમણધર્મ સાવધાનપણે પાળતાં ( આરાધતાં) તેના સર્વે મળી ૧૮૦૦૦ ભેદ થવા પામે છે. એ રીતે ૧૮૦૦૦ શીલાંગરૂપ શુદ્ધ ચારિત્રને પાળતાં મુનિજનેનું ધર્માથી જનેએ સદા ઉલ્લસિત ભાવે વંદન–બહુમાન કરવું ઘટે છે. તેવા મહાનુભાવને વંદન કરવાવડે આપણામાં તેવી ગ્યતા આવે છે તેમ જ ગુણપ્રાપ્તિ થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૭]