________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૨૫] એક જ આત્માના સમજવા યોગ્ય ત્રણ પ્રકાર.
૧ બહિરાત્મા, ૨ અંતરાત્મા અને ૩ પરમાત્મા. એ ત્રણ પ્રકાર અવસ્થાભેદે એક જ આત્માના કેવી રીતે થાય છે? તે પ્રથમ સમજવું જોઈએ. સમાધિતંત્ર અને પરમાત્મા છત્રીશી પ્રમુખમાં તેને સવિસ્તર સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલે મળી આવે છે. શ્રી આનંદઘનજીકૃત ચોવીશી પૈકી પાંચમાં શ્રી સુમતિનાથ પ્રભુના સ્તવનમાં પણ તેને ખુલાસે પદ્યરૂપે મળી આવે છે. સ્થિર મનથી તે વાંચી–વિચારી અવધારવા ગ્ય છે. તે સ્તવનની બીજી ગાથાની શરૂઆતમાં જ જણાવેલું છે કે – “ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા બહિરાતમધુર ભેદ, સુજ્ઞાની ! બીજો અંતરઆતમ તીસરે, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની !
સુમતિ ચરણકજ આતમ અરપણું.” પછી ત્રણ પ્રકારના આત્માનું સફેટના નીચેની ગાથાઓમાં કરેલું છે – “આતમબુદ્ધ હે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની! કાયાદિકનો હે સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુજ્ઞાની સુમતિ“જ્ઞાનાનંદે હો પૂરણ પાવને, વજિત સકલ ઉપાધિ, અજ્ઞાની ! અતીન્દ્રિય ગુણગણ મણિ આગ, એમ પરમાતમ સાધ, સુજ્ઞાની!
સુમતિ??
૧ જેનો ટૂંક સાર આ લેખ સંગ્રહ ભાગ ૩ જાના પૃષ્ઠ ૨૧૯ ઉપર આપવામાં આવેલો છે.–સંગ્રાહક.
૧૫