________________
[ ૨૨૪]
શ્રી કપૂરવિજયજી ૩૭. મનને વશ કરવાથી ઈન્દ્રિયે વશ થતાં સર્વ સુખ સહેજે સાંપડે છે.
૩૮. ઈચ્છાચારી મન-માતંગને જિનાજ્ઞારૂપ અંકુશવડે વશ કરી શકાય છે.
૩૯. વિષયસુખમાં વર્તતી વાસનાને આસક્તિ જ દુઃખનું મૂળ છે. ૪૦. જ્ઞાની વાસના વિગેરેથી નિર્લેપ રહે છે અને અજ્ઞાની જ્યાં ત્યાં લેપાયા કરે છે.
૪૧. પરસ્પૃહા મહાદુઃખદાયી છે, ને નિસ્પૃહતા મહાસુખદાયી છે.
૪૨. અધ્યાત્મરૂપ સઢવાળી સમતા-ચારિત્રરૂપી નાવવડે ભવસાગર તરી શકાય છે.
૪૩. સમતા–ચારિત્રના પ્રભાવથી નિત્યવેર પણ વિસરાઈને પ્રેમ પ્રગટે છે.
૪૪. જે સ્વયેગ્યતાનુસાર જ્ઞાન ને શ્રદ્ધાયુક્ત મેક્ષમાર્ગ આદરે છે તે ફાવી શકે છે.
૪૫. યથાર્થ જ્ઞાનયુક્ત કરણીથી ભવને પાર પમાય છે, તે વગર બધાં ફાંફાં છે.
૪૬. એકબીજાનું ખંડન-ઉત્થાપન નહીં કરતાં જ્ઞાન ને ક્રિયા બન્નેને પ્રેમથી આદરવાં જોઈએ.
૪૭. સમતા–ઓષધિવડે મનરૂપી પારો મૂચ્છિત થયે સહેજે કલ્યાણ-સિદ્ધિ થઈ શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૪૨૦]