________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૨૩ ] ૨૫. મમતાના ત્યાગથી તેવી ઉદાસીનતા પામી સાધુ આનંદમસ્ત બને છે.
૨૬. મમતા સ્થિર સુખની વિઘાતક છે ને નિર્મમતા સાધક છે.
૨૭. વૈરાગ્યભાવરૂપ અમૃતના સ્પર્શથી મમતા વિષવડે મૂચ્છિત થયેલ અંતરંગ ગુણના ઓઘ જાગ્રત થાય છે. - ૨૮. મેહમૂઢ જનને શ્રુતજ્ઞાનથી ઊલટે ત્રિદેષ-મદ, ભય ને રોષ પ્રગટે છે.
૨૯. વૈરાગ્યવડે લેભ-તૃષ્ણા ને મમતા દૂર થવા પામે છે.
૩૦. રાગ, દ્વેષને ટાળી આત્માને શાન્તિના માર્ગમાં સ્થાપનાર એક વિવેક મંત્ર છે.
૩૧. ક્ષમારૂપ સિદ્ધ પધિવડે કેજવર દૂર થઈ શકે છે.
૩૨. કમળ જેવી કે મળ મૃદુતાવડે વા જેવો અહંકાર ભેદી શકાય છે.
૩૩. સરલતારૂપી જાંગુલી મંત્રવડે માયા–સાપનું ઝેર દૂર કરી શકાય છે.
૩૪. ખરે સતોષ ધારવાથી ભતૃષ્ણાની વિપદાથી બચી શકાય છે.
૩૫. દુર્જય ઈન્દ્રિયોને વશ કરવાથી રાગ-દ્વેષ ને કષાયથી બચાય છે.
૩૬. ઈન્દ્રિયોને વશ થવાથી તેના વિષયનું મરણ થતાં જ સંતાપ થાય છે.