________________
[ રરર ]
શ્રી કરવિજયજી ૧૫. વસ્ત્રને નાશ થતાં શરીરને નાશ નથી થતું, તેમ શરીરને નાશ થતાં ચેતન અખંડ બળે રહે છે.
૧૬. દઢ સંતોષીને મોક્ષપ્રાપ્તિ દૂર નથી, પણ અસંતોષને તે તે દરની દૂર જ છે.
૧૭. લેકપરિચયથી ચપળતા વધે છે તેથી ખરા મુનિ સંસર્ગથી દૂર રહે છે.
૧૮. આત્મદશી મહાત્મા, બીજી ખટપટ તજી, શુદ્ધ આત્મરમણતા જ કરતા રહે છે.
૧૯. જાતિ ને લિંગના દૃઢ રાગથી અને મોહજાળમાં પડી જવાથી ભવ વધે છે.
૨૦. ભાવલિંગવડે જ જીવ સિદ્ધ થાય છે. નિશ્ચયથી જતાં આત્માને લિંગ, જાતિ કે વેદ કશું ઘટતું નથી; વ્યવહારમાત્રથી તેની ગણના છે.
૨૧. આત્મજ્ઞાની મુનિજનો ગમે તેવા પરિષહ-ઉપસર્ગોને સહન કરી શકે છે.
૨૨. ઉદાસીન દશા જ્ઞાનનું ફળ છે ને પરપ્રવૃત્તિ મોહનું પરિણામ છે, એમ જાણું સદ્વિવેકવડે જેમાં લાભ દેખાય તેવા શુદ્ધ માર્ગમાં આદર કરે ઘટે.
૨૩. જ્ઞાની મુનિ ઈન્દ્રની પેઠે સમતાશોચ સાથે સદા અગાધ સુખમાં ઝીલે છે.
૨૪. વિષયસુખથી વિરક્તતા, રાગદ્વેષરહિતતા ને આત્મભાવમાં લીનતા એનું નામ ઉદાસીનતા.