________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૨૧ ] ૪. જડ વસ્તુમાં મમતા બાંધવાથી જ જીવ દુ:ખી થયો છે ને થયા કરે છે.
૫. મન અને ઈન્દ્રિયોને કબજે કરી વિભાવને તજે અને સ્વભાવને ભજે તે અંતરાત્મા કષાય રહિત થઈ શુદ્ધ પરમાત્મદશાને પામી શકે છે.
૬. સદ્વિવેક ધાર્યા વગર ગમે તેટલી કષ્ટકરણ કર્યાથી ભવને પાર પમાતો નથી.
૭. આત્મજ્ઞાનીને સ્વગુણને પણ ગર્વ હોતો નથી, તે બીજે તો શાને જ હોય ?
૮. રાગ, દ્વેષ વધારવાથી સંસાર વધે છે, તેને ઘટાડવાથી સંસાર ઘટે છે.
૯. મોહજાળમાં ન ફસાય એવા મુનિજનને દુઃખ વેઠવું પડતું નથી.
૧૦. “હું ને મારું” એ મેહનો મંત્ર જગતને આંજી નાંખે છે. જ્ઞાની જ તેથી બચી શકે છે.
૧૧. જે દેખાય છે તે સર્વ જડ છે, ચેતન દેખી શકાતે નથી, તો રોષ તેષ કોના પર કરે?
૧૨. આત્મજ્ઞાનમાં લય લાગે તો સ્વાનુભવ કરાવે એવી શુભ વાસના પ્રગટ થાય.
૧૩. એવું જ કહેવું, પૂછવું ને પસંદ કરવું કે જેથી અજ્ઞાન ટળે અને સુંદર બોધ પ્રગટ થાય.
૧૪. જ્યાં સુધી સ્વચ્છંદતાનું જોર છે ત્યાં સુધી વિવેકના અભાવે સંસાર ઘટતો નથી.