________________
[ ૨૧૮ ]
શ્રી કપૂરવિજયજી પ્રશ્ન :--જેન જાતિમાં જ્ઞાતિભેદ છે કે નહિ?
ઉત્તર–જેમાં વ્યવહારદષ્ટિથી વર્તમાનકાળે કઈક જ્ઞાતિભેદ પડેલા જોવાય છે. નિશ્ચયષ્ટિથી જોતાં જૈનમાં અભેદભાવ જ સંભવે છે-જ્ઞાતિભેદ સંભવતો જ નથી.
પ્રશ્ન –જેન કોઈ પતિત થઈ ગયો હોય તો તેને ફરીને શુદ્ધ કરી જેનમાં (ઓસવાળ આદિ જ્ઞાતિમાં) સામેલ કરી શકાય કે નહિ ?
ઉત્તર–જેન કઈ પતિત થઈ ગયું હોય અને ફરી શુદ્ધ-નિર્દોષ થવા તેની પ્રબળ ઈચ્છા હોય તે સુવિહિત સાધુજન પાસે ગ્ય પ્રાયશ્ચિત લઈ, તે શુદ્ધ થઈ શકે છે અને એવા શુદ્ધ થયેલાને જ્ઞાતિમાં કે ધર્મ–શાસનમાં દાખલ કરવામાં કંઈ શાસ્ત્રબોધ જણાતું નથી.
પ્રશ્ન છ–દશા વીશાને જે ભેદ છે તે કાઢી નાખવા યોગ્ય છે કે નહિ ?
ઉત્તર-દશા--વીશાના ભેદ ને ઉપભેદ સમયને સમજનારાઓએ શમાવવા પ્રયત્ન કરે ઘટે છે.
પ્રશ્ન :–ગુજરાત દેશમાં હાલ કેઈ એવી વણિક જાતિ છે કે જેમાં વિધવાવિવાહ થતું હોય, જેન ધર્મ પાળતી હોય ને તેને સ્વામિવાત્સલ્યાદિમાં સામીલ કરતા ન હોય?
ઉત્તર–ગુજરાત દેશમાં હાલ કોઈ એવી વણિક જાતિ જાણવામાં નથી કે જેમાં વિધવાવિવાહ ચાલતો હોય અને જૈનધર્મ પાળતી હોય છતાં તે સાધમી વાત્સલ્યમાં ન હોય.