________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૧૭ ] બારીક બની ગયું છે. તે એટલે દરજે કે વખતે ધર્મ શાસનને પણ વિસરી જવાય છે. જે શાસ્ત્ર–સમયને ઓળખી દષ્ટિ વિશાળ કરવામાં આવે તે ધર્મશાસનને અને તેને અનુસરનારને એક પળ માત્ર પણ વિસરી શકાય નહીં, ગમે તેવા નિકટ સંબંધી કરતાં સાધમ-સમાનધમનું સગપણ ઘણું મહત્ત્વનું કહ્યું છે; તેથી જિનશાસનને અનુસરનારા ઓસવાળાદિકમાં આપ આપસમાં ભેજનવ્યવહાર સાથે બેટીવ્યવહાર થાય તેમાં કશે શાસ્ત્રબાધ જણાતો નથી. પૂર્વે ખરા જેનીઓમાં કશા સંકોચ વગર તેવો વ્યવહાર ચાલતો હોવાનો વધારે સંભવ છે.
પ્રશ્ન :–ઉપરની જાતિઓ રજપુત, ક્ષત્રી, વૈશ્ય અને બ્રાહ્મણવર્ગમાંથી થયેલી છે, તો બ્રાહ્મણ, ક્ષત્રી અને વૈશ્યવર્ણની કન્યાઓ સાથે લગ્ન કરવા યંગ્ય છે કે અગ્ય છે?
ઉત્તર-પૂર્વે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કન્યાઓ સાથે લગ્ન થતાં હોવાના પુરાવા મળે છે. અત્યારે પણ જે તેઓ શુદ્ધ સનાતન જૈન ધર્મને અનુસરનારા જ હોય તો અત્યારે પણ તેવાં લગ્ન ધર્મ—દષ્ટિથી થવા પામે તેમાં કશે શાસ્ત્રબાધ કલ્પી શકાતો નથી.
પ્રશ્ન ૩:––વર્તમાન સમયમાં જે કઈ અન્ય કેમની કન્યા લાવે છે તેને સર્વથા સમાજથી દૂર કરે છે તે વ્યાજબી છે?
ઉત્તર–આ પ્રશ્નનો ખુલાસો ઉપરની હકીકતને લક્ષપૂર્વક વાંચવા-વિચારવાથી થઈ જવા સંભવ છે.
પ્રશ્ન :–જાતિથી દૂર કરવા માટે શું શું કારણે જોઈએ ? અને ધર્મથી દૂર કરવા માટે શું શું કારણે જોઈએ?
ઉત્તર–જાતિદ્રોહ કરનારાને જાતિથી અને ધર્મદ્રોહ કરનારાને ધર્મ-શાસનથી દૂર કરી શકાય.