________________
[ ૨૧૬ ]
શ્રી કપૂરવિજયજી ૩. હોળી, બળેવ, શીતળા સાતમ ને નાગ પાંચમ પ્રમુખ લૌકિક પર્વે કરવા તે લૈકિક પર્વગત મિથ્યાત્વ.
એ સઘળા મિથ્યાત્વીના પર્વે મેક્ષાથી જીવોએ ત્યજી દેવા.
૪. સર્વથા દોષ રહિત વીતરાગદેવની પુત્રાદિકની પ્રાપ્તિ પ્રમુખ આશાએ માનતા કરવી તે કેત્તર દેવગત મિથ્યાત્વ.
૫. પરિગ્રહધારી ને ભ્રષ્ટાચારી પાસસ્થાદિક જેન વેષધારી સાધુને ગુણ રહિત છતાં તેને લૌકિક સ્વાર્થ સાધવા ગુરુબુદ્ધિથી માનવા-પૂજવા તે કેત્તર ગુગત મિથ્યાત્વ.
૬. આઠમ, પાખી પ્રમુખ લોકોત્તર પર્વને આ લેક સંબંધી ક્ષણિક સુખને અર્થે આરાધવા, માનવા તે લોકેત્તર પર્વગત મિથ્યાત્વ.
[જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૮૩ ]
એક જૈન મુનિએ કરેલા પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન ૧-–ઓસવાળ, ખંડેરવાળ, પિરવાળ, અગ્રવાળ, શ્રીમાળ, શ્રીશ્રીમાળ વિગેરેનો પરસ્પર ખાનપાન અને બેટીવ્યવહાર થઈ જાય તો તેમાં કાંઈ શાસ્ત્રીય ખાધ છે? અને તમારી સલાહ તે બાબતમાં શું છે?
ઉત્તર–ઓસવાળ, ખંડેરવાળ, પિરવાળ, અગ્રવાળ અને શ્રીમાળ વગેરે જેનશાસનને અનુસરનારા છે. તેમનામાં પણ દશા–વિશા પ્રમુખ કઈક પેટા વિભાગ પડી ગયેલા જોવાય છે; ને કાળદોષથી કે મિથ્યાભિમાનથી જ્ઞાતિ ને ઉપજ્ઞાતિનો સવાલ