________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૧૯ ] પૂર્વે કચ્છાદિકમાં એવો વર્ગ હેવાનું સંભળાય છે, પણ અત્યારે તો ત્યાં પણ સુધારે થયેલે સંભળાય છે, એટલે તેમને અત્યારે સાધમીવાત્સલ્યમાંથી બાતલ નહિ કરતાં સામેલ કરી શકાય.
[ જે. ધ પ્ર. પુ. ૪૦, પ્રશ્નો પૃ. ૨૮, ઉત્તર પૃ. ૫૬ ]
સમાધિતંત્ર(ઉ. શ્રી યશોવિજયજીકૃત)ને લેશ સાર
૧. સરસ્વતીને તથા જગહિતકારી જિનેશ્વરને પ્રણામ કરી આત્મતત્વનો બોધ થાય એ સરસ પ્રબંધનિબંધ કહીશું.
૨. આત્મબોધ જ ખરો મોક્ષમાર્ગ છે. તેમાં જેને લગની લાગી છે તે ખરા નિર્ચથ–સાધુ જાણવા.
૩. બાળપણમાં ભેગચેષ્ટાની જેવી બાહ્ય જ્ઞાનની દોડ-ગતિ છે; પરંતુ તરુણપણામાં વિષયભેગના અનુભવ જેવો મગ્નભાવ કંઈક વિલક્ષણ છે.
૪. જે આત્મજ્ઞાનમાં મગ્ન છે તે સઘળી જડ સંપત્તિને ઈન્દ્રજાળ જેવી લેખવે છે-ક્ષણિક ને અસાર સમજે છે, તેથી તેમાં આસક્ત થઈ જતા નથી.
૫. આત્મલક્ષ્ય વગરનો બાહ્ય વ્યવહાર સેવવાથી શું વળે? સાચી સમજ વગર કોઈક મુગ્ધજન કાચને રત્ન માની લે, પણ અંતે કાચ તે કાચ જ છે.
૬. સાચે આત્મજ્ઞાની હોય તે સાચા આત્મધ્યાનમાં જ રાચે, બીજામાં નહીં, વિષયવાંછના ન કરે, શાંત–વૈરાગ્ય રસમાં જ તે રાતેમા રહ્યા કરે.