________________
[ ૨૧૪ ]
શ્રી કરવિજયજી મિથ્યાત્વના દશ પ્રકાર નીચે મુજબ જાણવા
૧. ધર્મને અધર્મ જાણુ-મુનિના સર્વોત્તમ ત્યાગમાર્ગને આપમતે અધર્મ માન.
૨. અધર્મને ધર્મ જાણો-હિંસાદિક અને ધર્મરૂપ માની દેવી પાસે કે યજ્ઞપ્રસંગે પશુવધ કરાવે.
૩. સમ્યગજ્ઞાન અને ચારિત્ર–સદાચરણરૂપ ક્રિયા સાથે મન્યા વગર મોક્ષમાર્ગ મળતો નથી, છતાં આપમતે તેનું ખંડન કરવું ને ખરા માર્ગને ઉન્માર્ગ કહે.
૪. એકાન્ત જ્ઞાન કે એકાત ક્રિયાથી જ મોક્ષ છે, એ ઉન્માર્ગને માર્ગ માની તેની પુષ્ટિ કરવી.
૫. શુદ્ધ માર્ગગામી સંત-સાધુ પાસે પિતાનો તુચ્છ સ્વાર્થ નહીં સરવાથી તેમને અસાધુ માનવા.
૬. ઉન્માર્ગગામી–માર્ગભ્રષ્ટ અસાધુને સ્વાર્થવશ થઈ સાધુ માનવા.
૭. પૃથ્વી, પાણીને વનસ્પતિ પ્રમુખ સજીવને નિર્જીવજડરૂપ લેખવવા.
૮. આકાશમાં રહેલા કેટલાએક નિર્જીવ પુગલોને સજીવ લેખવવા.
૯. વાયુ (અંગે સ્પર્શતો પવન) રૂપી છતાં તેને અરૂપીઅમૂર્ત લેખવો.
૧૦. ધર્માસ્તિકાય પ્રમુખ અમૂર્ત—અરૂપી દ્રવ્ય છતાં તેમને રૂપી-મૂર્ત માનવા.