________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૧૩ ] સ્થાત્ શબ્દનો પ્રયોગ દરેક વસ્તુધર્મની આદિમાં કરાય છે, સ્થાત્ યુક્ત વચન પ્રમાણરૂપ અને તે વગરનું એકાન્ત નય વચન અપ્રમાણરૂપ લેખાય છે.
આ સંક્ષિપ્ત લેખ છે, તેની ઉપર કઈ સાચા તત્ત્વઅભ્યાસી વિશેષ પ્રકાશ પાડે તે ઈચ્છવા યોગ્ય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૧૮૬. ] મિથ્યાત્વના અનેક ભેદના મર્મ સમજી
મિથ્યાત્વદોષથી બચવાની જરૂર. ૧. પ્રરૂપણું મિથ્યાત્વ-શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલા માર્ગથી આપમતે અવળી પ્રરૂપણ કરવી તે.
૨. પ્રવર્તન મિથ્યાત્વ-મિથ્યાત્વ વધે એવું આપમતે અવળું પ્રવર્તન કરવું તે.
૩. પરિણામ મિથ્યાત્વ-જિનભાષિત તત્ત્વના અર્થને યથાર્થ નહીં હતાં તેને મન:કપિત અર્થ કરી, તેમાં ખોટો હઠ-કદાગ્રહ ધારી રાખ તે.
૪. પ્રદેશ મિથ્યાત્વ-સત્તાગત રહેલી અનંતાનુબંધી કષાયની ચાર તથા સમતિ-મિશ્ર–મિથ્યાત્વ મેહનીયની ત્રણ, એવં સાત પ્રકૃતિ. એ રીતે મિથ્યાત્વના ચાર પ્રકાર કહ્યા છે.
૫. સશયિક મિથ્યાત્વ-ક્ષપશમની મંદતાને લીધે શાસ્ત્રોક્ત વચનમાં સમજણ નહીં પડવાથી મન સંશયયુક્ત થતાં તેનું સમાધાન જ્ઞાની પાસે જઈ નમ્રભાવે કરવાને બદલે ડામાડેળ સ્થિતિમાં રહ્યા કરવું તે.