________________
[ ૨૧ર ]
શ્રી કપૂરવિજયજી તેમાં એક સાથે રહેલા સ્વપર ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિનાસ્તિ ધર્મ એક સાથે કહી ન શકાય તેથી અવક્તવ્ય છે. એ રીતે સ્થાત્ અસ્તિ અવક્તવ્ય નામને પાંચમે ભાગે થાય છે.
૬. પરચતુષ્ટયની અપેક્ષાએ દરેક વસ્તુ નાસ્તિ સ્વરૂપ છે અને સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ તેમાં એક સાથે રહેલા અસ્તિ-નાસ્તિ ધર્મ કમસર જ કહી શકાય છે, એક સાથે કહી શકાતા નથી તેથી અવક્તવ્ય છે; એટલે સ્યાત નાસ્તિ અવક્તવ્ય નામનો છઠ્ઠો ભાગો થાય છે.
૭. દરેક વસ્તુ ક્રમે કરી સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિનાસ્તિ ઉભય સ્વરૂપ છે અને યુગપત્ (એક સાથે) સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ અવક્તવ્ય છે, તેથી ક્રમે કરી અને યુગપત્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ સ્યાત્ અસ્તિનાસ્તિ અવક્તવ્ય નામનો સાતમે ભાગો થાય છે.
એ રીતે વિધિ-નિષેધના પક્ષથી સાત ભાંગા થવા પામે છે, એથી વધારે ભાંગા વસ્તુના થવા પામતા નથી.
તેમાં શરૂઆતના ત્રણ ભાંગા તે વક્તવ્યના ભેદરૂપ છે, ચોથે ભાંગે અવક્તવ્યને એક ભેદ છે અને છેલ્લા ત્રણ અવક્તવ્યના સંગી ભાંગા છે.
એ સાત પ્રકાર વસ્તુના ધર્મસ્વરૂપ છે અને એ સાત ભાંગાઓ વડે વસ્તુનું યથાર્થ જ્ઞાન તથા તેથી અર્થક્રિયારૂપ પ્રવૃત્તિને નિશ્ચય થઈ શકે છે. એમાં સ્યા પદ અનેકાન્તવાચક છે. એક વસ્તુમાં અનેક ધર્મ રહેલા હોવાથી કોઈ એક જ ધર્મ તે વસ્તુમાં એકાન્ત વખાણતાં દેષાપત્તિ આવે તે નિવારવાને