________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
'
"
‘ વિશાલલેાચન, ’ ૩. જિનમંદિરે, ૪. પચ્ચખ્ખાણુ પારતાં, ૫. આહાર કર્યાં બાદ, ૬. સાંજે પ્રતિક્રમણમાં ‘નમાઽસ્તુ વધુ માનાય ૭. સંસ્થારક વખતે ‘ ચક્કસાય, ’ એ પ્રકારનાં સાત સાધુ આશ્રી સમજવા ) ઉભયકાળ પ્રતિક્રમણ કરનાર ઉત્કૃષ્ટ શ્રાવકને પણુ સાત વાર ( પ્રભાતે ‘ જગચિંતામણિ ’તથા વિશાલલેાચન ’ ત્રણ કાળ ત્રણ પ્રભુપૂજા કરી ત્રણ વાર ચૈત્યવંદન અને સાંજે નમેાડતુ વ માનાય ’ અને ‘ ચઉસાય ’ એ સાત. ) એક વખત પ્રતિક્રમણ કરનારને પાંચ અને ત્રિકાળ પ્રભુપૂજા કરનારને ત્રણ વાર ચૈત્યવદન કરવાનાં છે. આ વિસ્તાર વિધિરસિક માટે કહેલા છે.
(
6
૧૧૨. દ્રવ્ય-ભાવપૂજા કરવાનેા મૂળ હેતુ જિનરૂપ થવાને છે, એટલે રાગાદિક અતરંગ શત્રુઓને જીતવાના જ છે. એવા લક્ષથી જ જિનપૂજા કરવી જોઇએ.
૧૧૩. દ્રવ્ય-જિનપૂજા સાત પ્રકારની શુદ્ધિ સાચવીને કરવી ચાગ્ય છે.
૧૧૪. અંતરંગ ઉપયોગ વિના શૂન્યપણે દેખાદેખી કરેલી ધર્મકરણીથી એટલા બધા પરમાર્થ સધાતા જ નથી; માટે લક્ષ સુધારવા જરૂર કાળજી રાખવી.
૧૧૫. અંતરંગ ભાવથી લક્ષપૂર્વક અઢાર હજાર મુનિએને વંદન કરતાં કૃષ્ણને કેટલેા બધા લાભ થયા ? શરીરના ખેદ ન ગણ્યા તા તીર્થંકરનામકર્મ અને ક્ષાયિક સમકિત વગેરેના અપૂર્વ લાભ પામ્યા. વળી સાતમી નરકની ત્રીજી નરક થઇ, માટે ભાવપૂર્વક જ શુભ કરણી કરવી.
[ . ધ. પ્ર. પુ. ૨૨, પૃ. ૨૦૫–૨૧૭, ]