________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૦૯ ]
૧૦૩. કેવળ કઠ્ઠાગ્રહથી ચૈત્ય-પ્રતિમાના દ્વેષી ઉપર પણ દ્વેષ નહિં કરતાં મધ્યસ્થભાવે રહેવુ ચેાગ્ય છે. દ્વેષથી મન્નેનુ ખગડે છે, મધ્યસ્થ રહેતાં આપણું બગડતું નથી,
૧૦૪. શ્રેષ્ઠ-સુગંધી પુષ્પ, ગંધ–ચંદનાદિ, અક્ષત-ચેાખા, પ્રદીપ–દીપક, ફળ, ધૂપ, જળ અને નૈવેદ્ય ઢાકવાવડે શ્રી જિનપૂજા અષ્ટપ્રકારી કહી છે. બીજા પણ પૂજાના બહુ ભેદે શાસ્ત્રમાં કહ્યા છે તે જાણીને વિવેકપૂર્વક આદરવા બુદ્ધિમતાએ ખપ કરવા.
૧૦૫. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એવા મુખ્ય ત્રણ પ્રકાર જિનપૂજાના જાણીને અધિકાર મુજબ યથાવિધિ પ્રભુપૂજામાં ભવ્ય પ્રાણીઓએ પ્રયત્ન કરવા.
૧૦૬. ગૃહસ્થને દ્રવ્ય સાથે ભાવપૂજાના અને સાધુઓને કેવળ ભાવપૂજાના અધિકાર છે.
૧૦૭. રાગીને ઔષધની જેમ દ્રવ્યપૂજા આર ભગ્રસ્ત ગૃહસ્થાને ગુણકારી છે.
૧૦૮. દ્રવ્યશૌચ-જળસ્નાનપૂર્વક જ ગૃહસ્થને અંગપૂજાની આમન્યા છે.
૧૦૯. વિધિપૂર્વક પ્રભુપૂજન કરી, સ્થિર ચિત્ત રાખી, ઉચિત અવગ્રહ સાચવી ગૃહસ્થે ચૈત્યવંદન કરવુ. તે પણ ઇરિયાવહીપૂર્વક કરવું યોગ્ય છે.
૧૧૦. શ્રદ્ધાવત એવા શ્રાવક પ્રતિદિન ત્રિકાળ (પ્રભાતે,મધ્યાહ્ને અને સાંજે ) જિનપૂજા યથાવિધિ કરી ચૈત્યવંદન અવશ્ય કરે.
૧૧૧. આખા દિવસમાં થઇને મુનિએ સાત વાર ચૈત્યવંદન કરવાં જોઇએ. ( સવારે ઊઠતાં જ ૧. ‘જગચિંતામણિ, ’ ૨.
૧૪