________________
[ ર૦૮ ]
શ્રી કપૂરવિજયજી સાચવે છે તે તીર્થકરનામકર્મ ઉપાર્જન કરે છે. જ્યાં જેમ વાપરવું ઘટે તેમ વાપરતાં તેનું સંરક્ષણ કરવું ઘટે છે.
૯૮. ઉક્ત દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર અનંતસંસાર પારભ્રમણ કરે છે.
૯. ઉક્ત દેવદ્રવ્યનું પિતે ભક્ષણ કરે, તેને જાતે લેપ કરે યા કરાવે યા લેપ કરનારની ઉપેક્ષા કરે તે શ્રાવક બુદ્ધિહીન છતે પાપકર્મથી જરૂર લેપાય છે.
૧૦૦. દેવદ્રવ્યને નાશ કરતાં, મુનિની હત્યા કરતાં, શાસનની હેલના કરતાં તથા સાધ્વીના શીલનું ખંડન કરતાં સમક્તિ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકાય છે. ઉપર બતાવેલી ચાર બાબત કરનારનું સમકિત મૂળથી જ બળી જાય છે.
૧૦૧. આ દુષમકાળમાં શ્રી જિનાગમ અને જિનપ્રતિમા ખાસ આધારભૂત છે.
૧૦૨. ઉક્ત જિનપ્રતિમા શાશ્વતી અને અશાશ્વતી એમ બે પ્રકારે શાસ્ત્રમાં કહી છે. રાજપ્રશ્રીય, જીવાભિગમ, ભગવતી, જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ વગેરે આગમમાં શાશ્વતી અને જ્ઞાતાસૂત્ર, ક૯પસૂત્ર અને વ્યવહારસૂત્રમાં અશાશ્વતી પ્રાતમાઓને અધિકાર બતાવ્યું છે. પરમાત્મ–પ્રભુની પવિત્ર પ્રતિમાની પૂર્ણ પણે પ્રતીતિ કરી પ્રદપૂર્વક પ્રણિધાન-પ્રણામ કરનારના મિથ્યા પડલ અવશ્ય દૂર થાય છે. પ્રભુના મૂળરૂપની આબેહૂબ પ્રતીતિ કરાવનાર તેમની પ્રતિમા જ છે. ભવ્યજનોએ એ અવશ્ય અવલંબવા-પૂજવા, ધાવવા, નમવા અને સ્તવવા ગ્ય છે. દુર્લભાધીને જ તેની ઉપર દ્વેષ ઉપજે છે.