________________
[ ૨૨ ]
શ્રી કપૂરવિજયજી ૬૧. પાંચ મહાવ્રતમાં “અહિંસા” મુખ્ય છે, શેષ ચારે તેની રક્ષા માટે છે.
૬૨. સ્વસ્વરૂપ યથાર્થ ઓળખી, સર્વ જીવને સમાન લેખી કઈ જીવને મન, વચન કે કાયાથી કઈ પ્રકારે કિલામણા પોતે કરે નહિ, કરાવે નહિ અને કરનારને રૂડા જાણે નહિ તો જ પ્રથમ મહાવ્રત યથાર્થ પળી શકે છે.
૬૩. ખડ્ઝની ધારા ઉપર નાચવા કરતાં પણ પ્રથમ મહાવ્રત યથાર્થ પાળવું કઠણ છે.
૬૪. એવી જ પવિત્ર નિષ્ઠાથી શેષ મહાવ્રતો યથાર્થ પાળી શકાય છે.
૬૫. પવિત્ર પાંચ મહાવ્રત ઉપરાંત રાત્રિભોજન સર્વથા તજવું આવશ્યક છે.
૬૬. રાગદ્વેષને સર્વથા જીતવાના પવિત્ર ઉદ્દેશથી ઉક્ત મહાવ્રતાદિકનું સેવન કરવા શ્રી સર્વજ્ઞ–વીતરાગે ઉપદિયું છે, અને પોતે પણ પ્રથમથી જ તેવા પવિત્ર ઉદ્દેશથી સદવર્તનમહાવ્રતાદિનું સેવન કરેલું છે.
૬૭. તેવા પરોપકારનિષ્ટ પરમાત્માની પવિત્ર આજ્ઞાનું યથાશક્તિ પ્રમાદ રહિત પાલન કરવું એ દરેક સાધુ, દરેક સાધ્વી, દરેક શ્રાવક અને દરેક શ્રાવિકાનું ખાસ કર્તવ્ય છે. અરે ! સારી આલમને આવા પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞા હિતકર છે.
૬૮. પરમાત્માની આજ્ઞા સ્યાદ્વાદરૂપ છે. ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહારરૂપે મનાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર તે પ્રવર્તે છે.