________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૦૧ ] તેમજ કેવળ એક જ પદ જેટલા સભ્યજ્ઞાનથી સિદ્ધિગતિ પામેલાના સેંકડે દાખલા પવિત્ર શાસ્ત્રોમાંથી મળી આવે છે, એમ સમજી મહામુશીબતે મળેલી આ અમૂલ્ય માનવદેહાદિક સામગ્રીની સફળતા કરવા અને તેમ કરવા જતાં પડતા પ્રતિબંધને દૂર કરવા માટે પિતાથી બને તેટલા પ્રયત્ન કરવો જરૂર છે. તે જ ખરું શાર્ય છે. તે જ ખરો પુરુષાર્થ છે કે જે વડે અનંત ભવભ્રમણરૂપ મહા આપત્તિ સહજ એક જ ભવના અ૯પમાત્ર પ્રયાસથી તરી શકાય. આ અપ આયુષ્યવાળાં મનુષ્યદેહમાંથી બનતી ત્વરાથી સાર કાઢી લેવાય તો તે “કુંડામાંથી રત્ન કાઢવા” જેવું જ સહજ-અ૫ શ્રમસાધ્ય છે, પરંતુ પાપી પ્રમાદને પરાધીન થયેલા પામર પ્રાણીને તે તે પરમ દુર્લભ જ છે. પાછી તેવી માનવદેહાદિકની સામગ્રી સાંપડવી–પામવી બહુ મુશ્કેલ છે. આવા જીના બંને ભવ બગડે છે. તે બાપડા બાંધી મુઠીએ આવ્યા છતાં ખાલી હાથે પાછા જાય છે, યાવત્ જન્મમરણના અનંત દુઃખના ભાગી થાય છે, જે દુઃખને પરાધીનપણે તેમને અવશ્ય સહન કરવું જ પડે છે. અત્ર તો સ્વાધીનપણે અપમાત્ર દુઃખ સહન કરી ધર્મસાધન સુખે સુખે થઈ શકે તેમ છે; છતાં સુખશીલ થઈ પરમાર્થ સાધનમાં પરાભુખ રહી કેવળ ક્ષણિક સુખની ખાતર અનંત ભાવી દુઃખને સ્વીકારે છે. આ તે કેવું શાણપણું ! ચિંતામણિ રત્ન જેવી દુર્લભ પણ સહેજે મળેલી સામગ્રી હારી જઈ, બાપડા પાછળથી બહુ જ શેચે છે, છતાં પછી કંઈપણ વળતું નથી તેવા છો બાપડા મહાર્ણ મનુષ્યજન્મ પામ્યા છતાં નહિ પામ્યા બરાબર છે.
૬૦. મહાવ્રતને દ્રવ્ય અને ભાવથી પાળતાં પ્રાણુ પરમ શ્રેય-કલ્યાણ પ્રાપ્ત કરે છે.