________________
[ ૨૦૦ ]
શ્રી કપૂરવિજયજી
રચીપચી રહેતાં તારા શા હાલ થશે ? તે વિચાર અને વિચારી તારી અનાદિની મહામેાટી ભૂલ સુધારવા કઇપણ પ્રયત્ન કર.
પ૭. શુભ કરણી વિનાનું એકલું જ્ઞાન નકામુ છે, અને ખરી સમજ વિનાની કેવળ ક્રિયા પણ નકામી છે. ઉભય મળવાથી કામનુ છે. વનમાં ગયેલા આંધળા અને પાંગળાં જેમ પરસ્પર સહાય આપવાથી ક્ષેમકુશળ સ્વનગર આવી શકે છે તેમ સમ્યગ્ જ્ઞાન અને ક્રિયાને વિવેકથી સાથે સેવનાર જ સ્વ ઇ-મેાક્ષ સાધી શકે છે.
૫૮. આચારભ્રષ્ટ એવાનું બહુ ભણ્યું પણું શા કામનું ? આંધળાની આગળ લાખા, ક્રેટા પણ દીવા કર્યાં શું કામના ? તેવું જ આચારભ્રષ્ટનુ જ્ઞાન કેવળ નિરુપયેાગી છે, એમ સમજી જ્ઞાનને સાર્થક કરવા સદા સદાચારી થવુ.
૫૯. થાડું પણ પ્રાપ્ત થયેલું જ્ઞાન સદાચરણવતનું સાક થાય છે. સદાચરણુવડે જ જ્ઞાનની સાર્થકતા સમજવાની છે. સદાચરણ વિનાનું જ્ઞાન નિરર્થક થાય છે. જેમ ગધેડા ઉપર ચંદનનેા ભાર ભર્યો હાય તા તે ભાર માત્રના જ ભાગી–ઉપાડવાવાળા થાય છે, તેને ચંદનની શીતળતા કે સુગ ંધ મળતી નથી. તેમજ સદાચરણ રહિતનું જ્ઞાન કેવળ બેાજારૂપ હાવાથી તે સદાચરણ વિના સદ્દગૃતિ-સ્વર્ગ–અપવર્ગ ને ભાગી થઇ શકતા નથી. જેમ કડછેા ગમે તેટલી વાર દૂધપાકમાં ફ્રે પણ તેને તેના સ્વાદ મળતા નથી, પણ જો એક બિંદુમાત્ર જીભ ઉપર યત્નથી મૂકવામાં આવે તેા તત્કાળ તેના ખરા સ્વાદ મળી શકે છે, તેવી જ રીતે મિથ્યાજ્ઞાન ને સમ્યજ્ઞાન આશ્રી સમજવું. તત્ત્વશ્રદ્ધા-વિવેક વિનાના ઘણા જ્ઞાનથી પશુ નહિં સિદ્ધ થયેલાના