________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી ૪૬. અપૂર્વ ચિંતામણિ સદશ સમતિ પામ્યાથી પ્રાણીને ભક્ષ્યાભઢ્ય, પેથાપેય, ઉચિતાનુચિત, હિતાહિત, ગુણદોષ તેમ જ હે પાદેયને વિવેક પ્રાપ્ત થાય છે. તેથી ગુણ-ગુણી તરફ સહજ પ્રેમભાવ પ્રગટે છે. તેમને પ્રસંગ મળતાં જ અત્યંત પ્રેમપૂર્વક વિનય સાચવે છે. તેમને સત્કાર-સન્માન–શૈરવ કરવા પિતાથી બનતું કરે છે. તે પણ પિતાના કલ્યાણ અર્થે જ કરે છે, કરંજન અર્થે કરતો નથી. ક્રિયારુચિ હાઈ યથાશકિત નમ્રપણે–આડંબર રહિત પિતાને ઉચિત કિયા કરવા તત્પર રહે છે.
૪૭. ત્રસ અને સ્થાવર જીવની રક્ષા થાય તેવી જયણા ધર્મની જનેતા-માતા છે, ધર્મની રક્ષિકા છે, ધર્મની વૃદ્ધિ કરનારી છે, યાવત્ એકાંત સુખદાયી જયણા જ છે એમ સમજી સુખના અથી શાણા સજાએ ચાલતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, ખાતાં, પીતાં અને બેલતાં કે એવી કંઈ પણ ક્રિયા કરતાં બીજા નિરપરાધી જીવોના જાન જોખમમાં ન આવે તેમ જણાથી વર્તવું. સુખના અથી જનોએ કઈ જીવને કઈ રીતે કદાપિ પણ દુભવવા નહિ.
૪૮. કોધ, માન, માયા અને લેભ એ ચારે કષાય સંસારની વૃદ્ધિ કરાવે છે. એક મુહૂર્ત માત્ર કષાય કરનારા કોડ પૂર્વ સુધીના ચારિત્રના ફળને જીવ હારી જાય છે, એમ સમજી શાણા માણસે કષાયને આધીન ન થવું યુક્ત છે.
૪૯. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રાઈને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે; એમ સમજીને ક્રોધાદિ કષાયને વશ થવું નહિ