________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭ ] રાવ-દૂરથી તજવા ગ્ય છે, કેમકે તે મોક્ષમાર્ગમાં ચાલનારને વાટપાડુ-રસ્તામાંથી લુંટી લેનારની પેઠે વિઘભૂત છે.
૩૯. આંબાનાં અને લીંબડાનાં મૂળ-જડ એકત્ર મળ્યાં હોય તે સંસર્ગથી બે વિણસી-કડવો થઈ જાય છે, તેમ કુશીલને સંગ પણ તે જ સમજો.
૪૦. ઉત્તમ જનની સોબત શીલ-આચારભ્રષ્ટને પણ સુશીલ બનાવી આપે છે. જુઓ ! મેરુગિરિને લાગેલું તૃણ–ઘાસ પણ શું સુવર્ણતાને નથી પામતું? સદાચારી સજનોની સંગતિની એ જ બલિહારી છે.
૪૧. અગ્નિ, વિષ કે કાળો નાગ જીવને એવું નુકસાન કરી નથી શકતાં; જેવું તીવ્ર–આકરું નુકસાન મિથ્યાત્વ કરી શકે છે. મિથ્યાત્વ સમાન કોઈ અહિતકર વસ્તુ નથી.
૪૨. તત્વમાં અતત્વબુદ્ધિ અને અતત્વમાં તત્ત્વબુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે.
૪૩. વિવિધ કષ્ટ સહન કર્યા છતાં અને આત્માને દમ્યા છતાં આપમતિથી અલ્પમાત્ર પણ આજ્ઞાવિરુદ્ધ વર્તન કરવાથી હે મૂઢ! તું ભવસાગરમાં ડૂબે છે.
૪૪. ભવભીરુ ગીતાર્થ નિગ્રંથ ગુરુ જ ભવ્ય પ્રાણીને અવલંબન કરવા ગ્ય છે.
૪૫. તેમના અનુગ્રહથી ક્ષણવારમાં મિથ્યાત્વને ક્ષય થતાં જ સમકિત પ્રગટે છે.