________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૫ ] આજ્ઞા મુજબનું કરેલું દાન સફળ થાય છે. આજ્ઞારહિત કરેલું કેઈપણ ધર્મકાર્ય પરાળના સમૂહ જેવું અસાર સમજવું.
૨૬. આજ્ઞાખંડન કરનાર કદાચ મહાવિભૂતિ-ઘણું સામગ્રી પૂર્વક-ત્રિકાળ પ્રભુને પૂજતો હોય તો પણ તે સર્વે તેને નિષ્ફળ થાય છે. આજ્ઞા-આરાધકનું જ સર્વ સફળ થાય છે.
ર૭. રાજાની આજ્ઞાને લેપનાર જગતમાં એક વખત નિગ્રહ-શિક્ષા પામે છે અને સર્વજ્ઞની આજ્ઞા લેપનારને તે અનંત વાર જન્મમરણરૂપ શિક્ષા મળે છે.
૨૮. જેમ નિયમસર કરેલું ભેજન જીવાડે છે અને નિયમરહિત કરેલું ભેજન મારે છે, તેમ વિધિપૂર્વક-આજ્ઞા સહિત કરેલ ધર્મ મોક્ષસુખ આપે છે અને અવિધિથી-આજ્ઞાવિરુદ્ધ કરેલ ધર્મ સંસાર ( જન્મમરણ ) ફળ આપે છે, એમ સમજી અવિધિ દેષ તજી વિધિપૂર્વક જ ધર્મ આરાધવા તત્પર રહેવું. જેમ બને તેમ જલદી અવિધિ દેષ સમજી તેને તજવા ખપ કરો.
૨૯. મેરુ અને સરસવમાં જેટલું અંતર છે તેટલું અંતર દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં છે.
૩૦. દ્રવ્યસ્તવને આરાધી વધારેમાં વધારે બારમા અમૃત દેવલોક સુધી જઈ શકે છે અને ભાવસ્તવથી તે કાચી બે ઘડીમાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
૩૧. શ્રાવક–ગૃહસ્થાશ્રમને ધર્મ દ્રવ્યસ્તવ-અણુવ્રતાદિદ્રવ્યપૂજાદિ રૂપ સમજો અને નિગ્રંથ-અનગારનો મહાગ્રતા