________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૮૭ ] ૭. સુજ્ઞ જેને ડગલે ને પગલે દયા-અહિંસાને આગળ કરીને જ દરેક કામ જયણાયુક્ત કરવા લક્ષ્ય રાખે છે; જ્યારે મુગ્ધ જને તેની ઓછી જ દરકાર રાખે છે અને જયણારહિત મરજીમાં આવે તેમ કરતા રહે છે. તેથી પ્રમાણમાં તેઓ અ૯પ લાભ પામી શકે છે.
૮. શ્રી સંઘ સાથે તીર્થને ભેટવા આવતાં જ માર્ગમાં જ્યારે છ“પીપાળવાનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે પવિત્ર તીર્થને પ્રગટ ભેટો થયા પછી પણ જ્યાં સુધી તીર્થયાત્રાને લાભ લેવાનું બની શકે ત્યાં સુધી ભક્ત જનેએ ઉક્ત છ“પી” પાળવા હમેશાં તત્પર રહેવું જોઈએ.
૯. આપણું હિત સાચવવા સાથે અન્ય ખપી ભાઈબહેનોને હિતમાર્ગ પ્રેમપૂર્વક સમજાવવાને યથાયોગ્ય પ્રયત્ન કરે ઉચિત છે.
૧૦. વીતરાગ જેવી–રાગ દ્વેષ, કષાય રહિત નિર્મળ આત્મદશા પ્રાપ્ત કરવા–પ્રગટાવવા નિમિત્તે જ વીતરાગનું શરણ લેવાનું છે–વીતરાગની આજ્ઞાને અનુસરવાનું છે, એથી જ અંતે આપણું શ્રેય થઈ શકવાનું છે; માટે સહુએ સ્વછંદતા તજી સત્ય માગે ચાલવા ખપ કર જોઈએ.
૧૧. નિ:સંગ ને નિર્મોહી એવા સંત-સાધુજનની શુદ્ધ ભાવથી સેવા-ભક્તિ કરી, તેમનું મન ઉત્તમ વિનયગુણથી પ્રસન્ન કરીને તેઓ આપણને લાયક જે હિતમાર્ગ બતાવે તેને ચીવટથી અનુસરવું ઘટે.
૧૨. આપણા સ્વાર્થની ખાતર કેઈને કશી પ્રતિકૂળતા ઉપજાવવી ન જ ઘટે.
૧૩, કેઈનું અચૂક ભલું થતું જ હોય તે આપણે બને તેટલો સ્વાર્થ ત્યાગ પણ કરવું ઘટે.