________________
[ ૧૮૮]
શ્રી કÉરવિજયજી ૧૪. કેવળ દેખાદેખી કરવા કરતાં લાભાલાભને વિચાર કરીને જ પ્રવૃત્તિ કરવી ઘટે.
૧૫. સદ્ગણીને દેખી પ્રમોદ લાવી પ્રશંસા કરવાથી આત્મલાભ થાય છે
૧૬. કોઈને ધર્મ પમાડ ને ધર્મમાં સ્થિર કરે તે ભાવ અનુકંપા કહેવાય છે.
૧૭. સંત-સાધુજને સાક્ષાત્ કલ્પવૃક્ષની જેવા આશ્રિતજનેને શીતળતા ઉપજાવનાર અને ઈષ્ટ ફળદાતા થાય છે.
૧૮. એવા સાધુજનેરૂપ કલ્પવૃક્ષને જે આશ્રય લે છે તે અવશ્ય આત્મહિત કરી શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૪ર૪. ]
શ્રી નેમિચરિત્રાતર્ગત પાંડવાદિકને નિવણ સંબંધ.
શ્રી કૃષ્ણના અવસાન પછી ખિન્ન ચિત્તવાળા તેના બંધુ શ્રી બળભદ્ર પિતાના પૂર્વ સારથી સિદ્ધાર્થ દેવની સમજાવટથી શ્રી નેમિશિષ્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, તીવ્ર તપનું આસેવન કરી, તુંગિક ગિરિના શિખર પર ઘણે કાળ સ્થિત થઈ, સંયમનું આરાધન કરી અંતે કાળ કરી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
ભગવાન નેમીશ્વર પ્રભુ સ્વનિર્વાણ સમય નજીક જાણી શ્રી ગિરનાર ગિરિ ઉપર પધાર્યા. ત્યાં દેવકૃત સમવસરણમાં બિરાજી અંતિમ ધર્મદેશના દીધી.