________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૮૫ ] કડવાશ કાઢી નાંખી, સંતોષકારક સમાધાન કરી, લાખે જેનેની દુવા લેવા સદભાગ્ય જાગે એ અત્યારની વિષમ સ્થિતિમાં ખાસ આતુરતાથી ઈચ્છવા જેવું છે. સહુને સદ્દબુદ્ધિ સૂઝે અને શાસનદેવે સહુનું ભલું કરે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૪૧]
પવિત્ર તીર્થભૂમિ તરવા માટે જ છે, બૂડવા માટે નથી જ' એવું સ્થિર લક્ષ્ય રાખી, સ્થાવર ને જંગમ ઉભય તીર્થની સેવાભક્તિ વિવેકપૂર્વક
કરતા રહેવાની જરૂર. અન્ય સ્થાને કરેલાં પાપ તીર્થસ્થાને છૂટી શકે છે, પણ તીર્થસ્થાને કરેલાં પાપ વાલેપ જેવાં–કેમે ન છૂટે એવાં ચીકણું થઈ જાય છે.”
૧. શત્રુંજય, ગિરનાર પ્રમુખ સ્થાવરતીર્થ અને પ્રભુઆજ્ઞાકારી ચતુર્વિધ સંઘરૂપ જગમતીથ એ ઉભય તીર્થની યાચિત સેવા-ભક્તિ કલ્યાણના અથી ભાઈબહેનેએ કોમળ પરિણામ રાખીને ભવસાગરને પાર પામવા સારુ પ્રસન્નતાથી કરવી જોઈએ.
૨. ભવતારક ઉક્ત ઉભય તીર્થની યથાવિધિ સેવાભક્તિ જાતે કરવી, કરનારને યથાશક્તિ સહાય કરવી અને અન્યમાં સેવારસિકતાદિક ગુણ જોઈ તેનું અનુમોદન અચૂક કરવું; પરંતુ નિંદા કે ઠઠ્ઠામશ્કરી કરી તેની વિરાધના કદાપિ કરવી નહીં.