________________
[ ૧૮ ] :
શ્રી કપૂરવિજયજી વપરાતું હોય તે વધારે સારું. કદાચ બરાબર તપાસ કરાવતાં શુદ્ધ-ચેખું કેશર મળી શકતું હોય તો ભલે, તે પણ યોગ્ય પ્રમાણમાં વપરાતું રહે, પરંતુ તેની તપાસ કર્યા વગર ગતાનુગતિકપણે જેવું મળે તેવું અશુદ્ધ કેસર પ્રભુની પૂજામાં વાપરવું અને તેમાં દ્રવ્યનો વ્યય કરે એ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે તે અનુચિત લાગે છે.
દરેક ગામ કે શહેરના સ્થાનિક સંઘ તેમ જ તેમને ખરો હિતકારી માર્ગ બતાવનારા ઉપદેશકે આ વાત લક્ષમાં લઈ ઉચિત કરશે તો ઉક્ત દેષથી બચી ખરો માર્ગ આદરી શકાશે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૧૭૫.]
શત્રુંજય મહાતીર્થની યાત્રા-ભક્તિના રસિક ભાઈ
બહેનોને સાદર નિવેદન. શત્રુંજય મહાતીર્થની યાત્રાનિમિત્તે આવતાં ભાઈ-બહેનના જાનમાલની રક્ષા નિમિત્તે પાલીતાણાના રાજ્ય સાથે શેઠ આણંદજી કલ્યાણજીએ બ્રિટિશ ગવર્મેન્ટ મારફત કરેલ કરાર આવતા એપ્રીલની ૧૮ મી તારીખે પૂરો થવા પામે છે, એટલે તેમાં લગભગ ચાર માસ ખૂટે છે. જે ફરી માનભર્યું સંતોષકારક સમાધાન બંને પક્ષ વચ્ચે થઈ જાય તો યાત્રાનો પ્રવાહ અખલિત ચાલ્યા કરે ખરો, નહીં તો તેમાં કદાચ રાજ્ય તરફથી
૧. સંવત ૧૮૮૨માં શ્રી શત્રુંજય તીર્થની યાત્રા બંધ થવાની હતી તે પહેલાં સ્વ. સ. ક. વિ. મહારાજે જૈન કેમને તથા ઠાકોર સાહેબને આત્મનિવેદન કર્યું તે અહીં આપવામાં આવેલ છે.–સંગ્રાહક.