________________
લેખ સંગ્રહ : ૩
[ ૧૮૧ ] વિલેપન પૂજા કહેવાય છે. એમ સમજનારા સગુણ વિરલ શ્રાવક ભાઈ-બહેને આત્મલક્ષપૂર્વક પ્રતિદિન પ્રભુની વિલેપન પૂજા કરતા હશે, પરંતુ બહાળે ભાગે ભેળાં ભાઈ–બહેને પ્રભુપૂજાને ખરે હેતુ નહિ સમજતાં હોવાથી સ્વસ્વ ઈચ્છાનુસારે તેમાં ફેરફાર કરી નાંખે છે અને પછી તે રૂઢિનું રૂપ પકડે છે. જેમ તાપથી તપેલ માણસ શીતળ ચંદનાદિક રસનું શરીરે વિલેપન કરી તાપ–સંતાપથી મુક્ત થઈ શીતળતા અનુભવે છે તેમ ભક્તિરસિક ભવ્યાત્મા જન્મ, જરા અને મરણ સંબંધી ત્રિવિધ સાંસારિક તાપથી મુક્ત થવા અને આત્માની સહજ શીતળતાને અનુભવ મેળવવા માટે પરમ પ્રાણપ્રિય પરમાત્મા પ્રભુનું ઉત્તમ આલંબન ગ્રહી પ્રભુના અંગે શ્રેષ્ઠ ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિલેપન આત્મલક્ષથી કરી કૃતાર્થ બને છે.
તથાપ્રકારના આત્મલક્ષ વગરના ભેળાં ભાઈ-બહેનો ચંદનાદિક શીતળ દ્રવ્યથી સવગે વિલેપન કરવાને શુભાશય તથા તેનું ફળ-મહામ નહિ સમજવાથી ચંદનને બદલે બહુધા કેશરને ઉપયોગ કરતાં રહે છે. જો કે કેશર પણ સુગંધી હોઈ શુદ્ધ (ચેખું) મળતું હોય છે તે યોગ્ય પ્રમાણમાં વાપરવામાં વાંધા જેવું નથી, પરંતુ જોઈએ તેવું શુદ્ધચોખું-નિર્દોષ કેશર જ્યારે મળવું જ મુશ્કેલ પડે છે અને જે મળે છે તેમાં કંઈક બ્રણ વસ્તુની ભેળસેળ થતી કે થયેલી સંભળાય છે તેમ છતાં તેવા કેશરની જ જ્યાં જ્યાં વપરાશ થતી જણાય છે અને તે બદલ એકંદર લાખ રૂપીઆનો વ્યય કરવામાં આવે છે. આ વાત ખાસ વિચારવા જેવી છે. તેને બદલે ઊંચા પ્રકારનું ચંદન જ મુખ્યપણે વિલેપન પૂજા તરીકે