________________
[ ૧૮ ]
શ્રી કરવિજયજી ૮. શરીર પ્રમુખ સર્વ ઉપાધિ તજી નિર્મળ સિદ્ધશિલા ઉપર જ વાસ કરે ગમે છે. ' જેવી વિશુદ્ધ ભાવનાથી પ્રભુભક્તિ કરવામાં આવે છે તેવું તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
ઉપર કહ્યા મુજબ ભાવ સહિત દ્રવ્યપૂજા કરીને મન, વચન, કાયાની શુદ્ધિથી એકાગ્રપણે ચૈત્યવંદન પ્રમુખ ભાવપૂજા કરવા ઉજમાળ થવું ઘટે છે.
ચૈત્યવંદનાદિક ભાવપૂજા કરતાં દ્રવ્યપૂજા સાથે સંબંધ રાખવાની જરૂર નથી; કેવળ પ્રભુસ્તવના–ભક્તિમાં જ લક્ષ્ય પરોવવું જોઈએ. ભાવપૂજા કરવાનો હેતુ પ્રભુપ્રતિ પ્રેમ જગાડી, તેમની પવિત્ર આજ્ઞાને અનુલક્ષી, આપણુ દોષ દૂર કરી, સહજ આત્મિક ગુણ પ્રગટાવવાનું હોય છે અને તે જ કર્તવ્ય છે.
અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા ઉપરાંત ચોથી પ્રતિપત્તિપૂજા શાસ્ત્રમાં વર્ણવી છે તે યથાશક્તિ પ્રભુની આજ્ઞાનું પાલન કરવાદર્શન, જ્ઞાન અને ચારિત્રધર્મનું આરાધન કરવા-રૂપ સમજવાની છે, તેથી જ અંતે અક્ષયસુખ પમાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૩૫૫. ]
પ્રભુની વિલેપનપૂજામાં ઉત્તમ ચંદનાદિક શીતળ
દ્રવ્યને જ થવું જોઈત ઉપયોગ, પ્રભુપૂજા પ્રસંગે પ્રભુના અંગે ઉત્તમમાં ઉત્તમ સુગંધી ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિલેપન કરવાનું કહ્યું છે, તેને