________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭૯ ] ૫. ત્યારબાદ ગાયના સુગંધી ઘીવડે પૂરીને મંગળદીપ પ્રગટાવવો જોઈએ.
૬. પછી ઉજજવળ અને અખંડ તંદૂલ-અક્ષત-ચોખાવડે સ્વસ્તિક પ્રમુખ અષ્ટ મંગળ આદિ પ્રભુ આગળ આળેખવા જોઈએ.
૭. ત્યારબાદ સરસ એવાં વિવિધ જાતનાં ફળ પ્રભુ પાસે ઢેકવાં જોઈએ.
૮. પછી વિધવિધ પકવાન્નથી ભરેલા રસાળ નૈવેદ્યના થાળ ઢાકવા જોઈએ.
એવી રીતે નિત્યપ્રતિ અષ્ટપ્રકારી પૂજા શ્રદ્ધાવંત શ્રાવકે સ્વદ્રવ્યવડે કરવી જોઈએ. એથી આત્માને અનેક ઉત્તમ પ્રકારના લાભ સંપજે છે.
૧. નિજ કર્મમળ દૂર થવાથી આત્મા ઉજજવળ થાય છે. ૨. કષાયતાપ ઉપશમી જવાથી સહજ શીતળતા વ્યાપે છે. ૩. ચિત્તની શુદ્ધિ-પ્રસન્નતા પ્રગટે છે.
૪. મલિન વાસના-અધ્યવસાય દૂર થઈ જાય છે અને સદુવાસના જાગે છે.
૫. અજ્ઞાન અંધકાર ટળે છે અને અંતરજાતિ ઉદ્ભસે છે.
૬. મંગળમય-નિર્દોષ કરણી કરી અક્ષય-અક્ષત સુખ મેળવવા ભાવ જાગે છે.
૭. જન્મ-મરણ સંબંધી સમસ્ત દુ:ખ રહિત મેક્ષફળ પામવા ઉત્કંઠા વધે છે. અને–