________________
[ ૧૭૮ ]
શ્રી કપૂરવિજયજી જિનેશ્વર પ્રાત:કાળે ભવ્યજનોના મોક્ષને માટે થાઓ !” તેવી રીતે ભક્તિભર હદયથી અત્ર મનુષ્યલોકમાં ભવ્યજનોએ સાક્ષાત્ તીર્થંકરના વિરહે તીર્થંકરદેવની શાંત-પરમશાંત પ્રતિમા દ્વારા પ્રભુના સ્નાત્રાભિષેકને લાભ પતે જાતે જ પ્રતિદિન પોતાના પરિવાયુક્ત લેવું જોઈએ. આજકાલ જેવી રીતે એક નોકર પૂજારી પાસે રાજવેઠની પેઠે પ્રભુની પખાળપૂજા વિગેરે પતાવી દેવામાં આવે છે એમાં અવશ્ય સુધારે કરી પોતાની જાતે જ શ્રદ્ધાવંત શ્રાવકોએ એ પવિત્ર કાર્ય પિતાના જ કલ્યાણાર્થે કરવું યોગ્ય છે.
૧. નિર્મળ જળથી અભિષેક કર્યા બાદ અતિ કમળ અને. બારીક સ્વચ્છ વસ્ત્રવડે પ્રભુનું પવિત્ર ગાત્ર લુંછી લેવું જોઈએ. તે પણ પોતે જાતે જ કરવું જોઈએ.
૨. ત્યારબાદ ઉત્તમ ચંદનાદિક શીતળ દ્રવડે પ્રભુનાં સંપૂર્ણ ગાત્રે વિલેપન કરી પછી પવિત્ર કેશર, કસ્તૂરી પ્રમુખ સુગંધી દ્રવડે પ્રભુનાં નવાગે તિલક કરવા જોઈએ; નિકારણ અન્ય સ્થળે કેશર લગાડવું ન જોઈએ. - ૩. વિલેપન કર્યા બાદ સરસ સુગંધી ખીલેલાં અને તાજાં પુષ્પ પ્રભુના અંગે ચઢાવવાં જોઈએ, કાચી કળી ચઢાવવી નહિ, તેમ ડંબેલાં ફૂલ પણ ચઢાવવાં નાહ. ગુંથેલી પુષ્પમાળા મળે તો પ્રભુના કઠે અથવા મસ્તકે આપવી જોઈએ.
૪. પછી પ્રભુની આગળ કૃષ્ણગરુ પ્રમુખ દશાંગ ધૂપ ઉખેવો જોઈએ.