________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭૭ ] ગ્ય પોષણ આપતો હોય તે ઉત્કૃષ્ટ શ્રાવક લેખાય છે. આત્માથી ભાઈબહેનોએ પોતાના આત્માને સમજપૂર્વક ઊંચી સ્થિતિમાં એ રીતે લાવવા પ્રયત્ન કરે ઉચિત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૯૦. ]
પ્રભુપૂજાના ભેદ તથા તેના અંગે અગત્યને ઉપદેશ.
“सयं पमज्जणे पुन्नं, सहस्सं च विलेवणे ।
सयसहस्सिया माला, अणंतं गीयवाइये ॥" ઉક્ત આગમ-ગાથામાં પ્રભુની પૂજાનું અનુક્રમે અધિકાધિક ફળ બતાવ્યું છે તેટલું ફળ યથાવિધ યતનાપૂર્વક પ્રભુની ભક્તિ અનુક્રમે સ્નાત્રઅભિષેક, ચંદન-વિલેપન, સુગંધી પુષ્પમાલાપણુ અને ગીત-વાજિત્ર-સંગીત-નાટક ઉલ્લસિત ભાવથી આત્મ-કલ્યાણાર્થે કરવાથી પ્રાપ્ત થાય છે. જેવી રીતે પ્રભુના જન્માભિષેક વખતે ચોસઠ ઈ દ્રા અનેક દેવ-દેવીયુક્ત પ્રભુને મેરુશિખર ઉપર લઈ જઈ, વિવિધ જાતની પૂજા સામગ્રી મેળવી પોતાની જાતે પ્રભુને જન્મોત્સવ કરી અપૂર્વ આનંદ અનુભવી પોતે પોતાને કૃતકૃત્ય માને છે, જેને અધિકાર આગમમાં આવી રીતે વર્ણવે છે કે – " येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात्सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥"
જેમનો સ્નાત્ર-અભિષેક કરીને હર્ષ–ઉલ્લાસથી મત્ત બની ગયેલા ઇંદ્ર સ્વર્ગનાં સુખને તૃતુલ્ય પણ લેખતા નથી, તેવા
૧૨