________________
[ ૧૭ ]
શ્રી કપૂરવિજયજી ત્રણ પ્રકારના શ્રાવકે : જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ
૧. જઘન્ય શ્રાવક–નિäસભા સ્થલ હિંસા, અસત્યાદિક દે કરવાથી દૂર રહે, માંસમદિરાદિક દુર્વ્યસનને ત્યાગ કરે અને નવકાર-મહામંત્રનું સમરણ કરતા રહે. ટુંકાણમાં પાપનાં કામ કઠોર પરિણામે (નિ:શુકપણે) ન કરે, ઉભયલોકવિરુદ્ધ દુર્વ્યસન ન સેવે અને શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર દઢ શ્રદ્ધા (આકીન) રાખીને જેટલું બને તેટલું સ્મરણ–રટણ કર્યા કરે અને વ્રતપચ્ચખાણને થડે પણ આદર કરતો રહે. - ૨. મધ્યમ શ્રાવક-ધર્મપ્રાપ્તિને યેાગ્ય અક્ષુદ્રતાદિ ઉત્તમ ૨૧ ગુણોને ધારક હોય, છ આવશ્યક કર્મ પ્રમાદ રહિતપણે કરતે રહે, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રતનું પાલન કરે અને શ્રાવકાગ્ય શુભ આચારનું સેવન કરવામાં સાવધાન રહે, અર્થાત્ જેનામાં ભલી પાત્રતા હય, વ્રતનિયમનું ભલી રીતે પાલન કરતો હોય અને પ્રમાદ રાહત જ્ઞાનાચાર, દર્શનાચાર વિગેરે શુભાચારનું સેવન કરવામાં સાવધાન રહેતો હોય તેને મધ્યમ શ્રાવક જાણુ.
૩. ઉત્કૃષ્ટ શ્રાવક–ઉપર કહેલી ગૃહસ્થચિત સકળ કરણી કરવા ઉપરાંત સચિત્ત (સજીવ) ખાનપાનનો સર્વથા ત્યાગી હેય, એકાશન યુક્ત (એક જ વખત સ્થિર આસને ) અચિત્ત ભજન કરતો હોય, તેમ જ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય; મતલબ કે પવિત્ર વિચાર, વાણી ને આચારનું લક્ષ્યપૂર્વક નિરંતર પાલનરૂપ બ્રહ્મચર્યનું સેવન કરવા સાથે સ્વધર્મરક્ષા નિમિત્તે કાયાને એક વખત સ્થિર આસને નિર્દોષ ખાનપાનવડે