________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭૫ ]
ગમે તેમ દુરુપયેાગ કરવાવડે તેના વિનાશ કરાય તે તે તદ્ન અનુચિત જ લેખાય. મુખ્યપણે તેા લક્ષ્મી ન્યાય-માગે જ પ્રાપ્ત કરી તેના સન્માર્ગે ઉપયોગ કરવા ઘટે, તેને બદલે અવળે માગે કમાઇ તેને અવળે માર્ગે ખરચવી તે તા તદ્દન અનુચિત જ છે.
૪. સામા જીવાને પ્રીતિ ઉપજે, તેવુ હિત સધાય અને સ્વપરની ઉન્નતિમાં વધારે થાય તેવુ સમયેાચિત પ્રિય, પથ્થ તથા તથ્ય ( સત્ય ) વચન ખેલવું; તે સિવાય જે તે જેમ તેમ કશા ઢંગધડા વગર ખેલવું તે તેા સાવ અનુચિત જ કહેવાય. જીભમાં જ અમૃત ને જીભમાં જ ઝેર છે એમ પરિણામથી સમજાય છે. એકથી દુનિયા વશ થાય છે ને બીજાથી દુનિયા દુશ્મન બની જાય છે. ઉપરની ચાર ઉપયાગી બાબતને સમજી લઇ, માર્ગાનુસારી મની, પવિત્ર ધર્મચેાગ્ય પાત્રતા મેળવી દરેક સજ્જન નર–નારી સિંહ જેવી વીરવૃત્તિ આદરી, શ્વાન જેવી ડરાક વૃત્તિ તજી સ્વપરહિત સેવ્યા કરે એ જ ઇચ્છા છે.
[ જૈ. . પ્ર. પુ. ૪૧, પૃ. ૩૮૯.