________________
[ ૧૭૪ ].
શ્રી કરવિજયજી હાથ આવેલી બાજી ન બગડે તેની સંભાળ
રાખવાની જરૂર દશ દષ્ટાન્ત દુર્લભ એવી મનુષ્યજન્માદિ વિશિષ્ટ ધર્મ– સામગ્રી પૂર્વ પુન્યને પ્રાપ્ત થયા છતાં બહુધા પ્રમાદવશ મુગ્ધ છે તેનો સદુપયેગ કરી શકતા નથી, પરંતુ મેહ-મમતાથી અંધ બની તેને દુરુપયોગ કરે છે. તેવા પણ ભવ્ય જનના હિત અર્થે જ્ઞાની પુરુષે કહે છે કે–
૧. હિતાહિત, ત્યાજ્યાત્યાજ્ય, કર્તવ્યાકર્તવ્ય, ગમ્યાગમથી, ભક્ષ્યાભઢ્ય, પયાપેય, ગુણદોષાદિક તત્વનું ચિતવન કરવું, જડ ચેતનનું પૃથક્કરણ કરવું ને હંસની પેઠે સાર તત્ત્વ સ્વીકારી લેવું–એ બુદ્ધિબળ પાયાનું શુભ ફળ સમજવાનું છે, તેમ નહીં કરતાં તેને અવળે માર્ગો ઉપયોગ કરાય છે તે અનુચિત છે.
૨. આ આપણું શરીરબળ ને મનોબળ તપાસી છતી શક્તિને પવ્યા વગર તપ, જપ, વ્રત, નિયમનું સ્વરૂપ ગુરુગમથી સમજી આત્મકલ્યાણાર્થે તેનું સેવન કરવું એ આ દુર્લભ માનવદેહ પામ્યાની સાર્થકતા લેખાય; તેને બદલે અનેક જાતના અપલક્ષણ દુર્બસનાદિક નિરર્થકપણે સેવાય તે તદ્દન અનુચિત છે.
૩. ચંચળ લક્ષમીની સાર્થકતા કરી લેવા જ્ઞાની પુરુષોએ અનેક સુસ્થાને બતાવેલાં છે, તેની સમજ મેળવી વર્તમાન સમયે જે સ્થાનમાં દ્રવ્ય વાપરવાની આવશ્યકતા જણાતી હોય તેમાં વિવેકપૂર્વક નમ્રભાવે મનના પરિણામને માટે અધીરા થયા વગર સ્વકર્તવ્ય સમજી પ્રાપ્તસંપત્તિને સદુપયોગ કરો તે તેની સાર્થકતા–સફળતા લેખાય; તે સિવાય સ્વછંદપણે