________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭૩ ] પ્રમુદિત થવું-હર્ષિત થવું ને બને તેટલું તેવા સુખદાયક સાચે માગે સંચરવા તત્પર થવું તેનું નામ પ્રમાદ ભાવના,
ગમે તેવા નિન્દ-નિર્દય કઠોર કર્મ કરનાર જીવને પણ ખરી કરુણા બુદ્ધિથી સમજાવી ઠેકાણે પાડવાનું જ્યારે અશક્ય જણાય ત્યારે છેવટે તેને કિલષ્ટ કર્મવશ સમજી પિતે રાગદ્વેષ રહિતપણે તેનાથી ન્યારા થઈ રહી, સ્વપરહિત કર્તવ્ય કરવામાં જ સાવધાન રહેવું તે ઉપેક્ષા અથવા માધ્યચ્ય ભાવના આપણને અત્યંત હિતકારી છે.
સાચા અવિનાશી સુખની ઉત્તમ ચાવી જેવી ઉક્ત ચારે ભાવના આપણા અંતઃકરણમાં સોદિત રહેવી જોઈએ, ને તેને અજબ પ્રભાવ અનુભવો જોઈએ. એ સઘળી ઉદાર ઉત્તમ ભાવના અંતરમાં પ્રગટાવ્યા વગર આપણામાં સંપ ત્યાં એકતા થઈ શકશે નહીં, તેમ જ તે વગર આપણે એક બીજાનું હિત પણ કરી શકશું નહીં. સંપવડે જ સઘળું હિત-શ્રેય કરી શકાશે તેથી પ્રથમ આપણું આચાર, વિચાર ને વાણીમાં જ એકતા-અવિરોધ ભાવ લાવવાની ભારે જરૂર છે. તેમાં જ જ્યારે સ્વાર્થોધપણે ગોટાળે વળે છે અને સ્વછંદતાનું જોર વધે છે ત્યારે જ આપણને દુઃખદાયક કલેશ-કુસંપના દર્શન કરવા પડે છે. આપણામાં જ એકતા અને પવિત્રતા ગમે તે ભોગે આપણે પેદા કરીને પિષવાથી આપણે સદા ય સુલેહને જ ચાહશું અને સાચી સુખશાન્તિને ઉપજાવી તેને કાયમ જાળવી રાખી શકશું. આવી ઉત્તમ સ્થિતિ આપણે માટે ખાસ ઈચ્છવા યંગ્ય છે. તેમાં પણ અત્યારના અતિ વિષમ સંગે વચ્ચે તે તે અતિ આવશ્યક ને આવકારદાયક છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૮૮. ]