________________
[ ૧૭૨ ]
શ્રી કપૂરવિજયજી
?
મહાપુરુષોએ પોતે સેવેલી ને પ્રકાશેલી સદ્ભાવના સુખના અર્ધાં દરેક સજ્જને સદા ય સેવવાની જરૂર • ઉદાર ઉત્તમ ભાવના ’ એ આપણા મુદ્રાલેખ હાવા જોઇએ, કેમકે આપણે સહુ સુખની ચાહના કરીએ છીએ. તે સુખ ક્ષણિક નહીં પણ અવિનાશી હાવુ જોઇએ. તેવું સુખ આત્મામાંથી જ મળી શકે છે. યથાર્થ જ્ઞાન, શ્રદ્દા અને ચારિત્ર ચેાગે જ તે પ્રાપ્ત થઇ શકે છે. સાદી ભાષામાં સ્પષ્ટ અક્ષરે તેના પરમાર્થ સહુએ સમજવા ચેાગ્ય છે. દરેક આત્મામાં શક્તિરૂપે ( સત્તાગત ) અનંત ગુણરાશિ રહેલી છે. તેની બરાબર સમજ, તેવા દૃઢ નિશ્ચય, અને તે શુષુ પ્રગટ કરવા સર્વજ્ઞ પ્રભુના વચનાનુસાર સટ્ટુન સેવવું એ જ ઉક્ત અવિનાશી સુખપ્રાપ્તિના અમેધ ઉપાય છે.
અજ્ઞાન અને મેહવશ સ્વછંદ આચરણથી સાચા અવિનાશી સુખના ખરા માર્ગ ભૂલાઇ ગયા છે, અને મિથ્યા ભ્રમવશ ખાટા માર્ગ પકડી લેવાયા છે, તેથી જ જીવ સુખને બદલે દુ:ખમાં જ પડતા જાય છે અને પેાતાની ઇચ્છા નહીં છતાં ઉન્નતિને ખદલે અવનતિના જ ખાડામાં ગબડતા જાય છે.
આવી દુ:ખદાયી સ્થિતિ ચલાવવા દેવી ને અવનતિના ખાડામાં સખડચા કરવું કેાઇ રીતે વ્યાજબી નથી જ. તેમાંથી પ્રત્યેક જીવના ઉદ્ધાર કેમ કરીને થાય એવુ હિતચિન્તવન કરતા રહેવું તે મૈત્રી ભાવના,
દુ:ખી જીવેાના દુ:ખના અંત આણવા તનથી, મનથી, વચનથી કે ધનથી ગમે તે ભાગે દૃઢ પ્રયત્ન કરવા તે કરુણા ભાવના. કાઇ સુખી કે સદ્ગુણી જીવને દેખી કે સાંભળીને દિલમાં