________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭૧ ] ૧૯. માતપિતાદિક ઉપગારી જનેને તેમ જ દેવગુરુધર્મને આપણા પર અમાપ ઉપગાર સંભારી તેમની સેવા-ભક્તિ કે પ્રભાવના કરવી. જે જે શુભ તક આવી મળે તેને અચૂક લાભ લેવા ભૂલવું નહિ. તેમણે કરેલા ઉપગાર વિસર નહીં. કૃતજ્ઞતાદિક ઉત્તમ ગુણવડે આપણામાં ધર્મની ગ્યતા વિચારી ગમે તેવા નિઃસ્પૃહી મહાત્માઓ પણ આપણને સાચા ધર્મને મા પ્રેમપૂર્વક સમજાવે તેને યથાશક્તિ આદર–સ્વીકાર કરી, આપણે સુખે આત્મકલ્યાણ સાધી, સર્વ દુઃખ-જન્મમરણને અંત કરી અક્ષય અનંત શિવસુખ પામી શકીએ તેમ કરવું.
૨૦. દેહ, ધનાદિક સંગિક વસ્તુઓની અનિત્યતાક્ષણવિનાશિતાદિ જેમને બરાબર સમજાય તેમણે તે તે વસ્તુ પરનો બેટો મેહ તજી, બની શકે તેટલું સ્વપરહિત સાધી લેવા જરૂર પ્રયત્ન કરે એગ્ય છે. દેહાદિક જડ વસ્તુ ઉપર લાગેલી અનંતી પ્રીતિ-મૂછ–મમતા તજ્યા વગર પરમાર્થ તરફ પ્રીતિ લાગી શકતી નથી. જે પરવસ્તુ ઉપરની પ્રીતિ તોડે છે તે જ શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મ–તત્વ પર પ્રીતિ જેડી શકે છે, અને પરમાનંદનો ભેગી થઈ શકે છે. વળી સ્વઆત્મહિત સાધવા સમર્થ હોય તે જ સહુને આત્મ સમાન લેખી પરહિત સાધી શકે છે.
૨૧. જે સઘળી વાતે જાણ-કુશળ-ચકર હોય છે તે ધર્મ રહસ્યને પણ સારી રીતે સમજી તેને સહેજે આદર કરી શકે છે. જ્ઞાની પુરુષો આવા લાયક જનને પ્રેમે ધર્મ-રહસ્ય બતાવે છે, તે બીજા ગ્ય જીવને બતાવે છે, એમ તેની શુભ પરંપરા અખંડ ચાલ્યા જ કરે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૮૬]