________________
[ ૧૭ ]
શ્રી કÉરવિજયજી
૧૨. ગમે તે સદ્દગુણ ઉપર પ્રેમ-પ્રમોદ રાખો, તેની ઘટતી પ્રશંસા કરવી અને આપણાથી બની શકે તેટલું ગુણેનું ગ્રહણ પણ કરવું.
૧૩. સત્યપ્રિય અને સત્યાગ્રહી બનવું, તે જ પવિત્ર ધર્મને એગ્ય થવાય.
૧૪. આપણું આખું કુટુંબ અને આપણને અનુસરનારા સહુ કઈ જન સહુ વાતે સુખી થાય તેવા કુશળ ને ધર્મચુસ્ત બને તેવું દૃઢ લક્ષ્ય રાખવું.
૧૫. જેનું પરિણામ સારું–સુંદર આવે તેવું કામ જ લાંબી નજર રાખી કરવું, જેથી અધે રસ્તે તે મૂકી દેવું ન પડે, લેકમાં હાંસીપાત્ર ન થવાય, પરંતુ પ્રશંસા થાય તેમ વર્તવું.
૧૬. હિતાહિત, ભક્ષ્યાભઢ્ય, પિયાપેય, ગમ્યાગમ્ય, ને સ્વપર ગુણદોષની વહેંચણ જાતે જ કરી શકાય તેવું વિશેષ જ્ઞાન સંપાદન કરી લેવું.
૧૭. જેમના આચારવિચાર, અનુકરણ કરવા જેવા ઉત્તમ હોય તેવા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ ને સંયમવૃદ્ધ જનેને સુવિનીત ભાવે સદા અનુસરવું.
૧૮. વિનય ગુણને એક અજબ વશીકરણ મંત્ર સમો લાભદાયક જાણી નિરંતર સદગુણ જનેની ભક્તિ કરવી, તેમના પ્રત્યે પૂર્ણ પ્રેમભાવ રાખવો, તેમની ગુણ-સ્તુતિ કરવી, તેમના નજીવા દષની ઉપેક્ષા કરવી અને તેની આશાતના-નિંદાહેલનાદિક કરવાથી દૂર રહેવું.