________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૬૭ ] હોવાનું જણાઈ આવ્યું છે. હવે શત્રુંજય તીર્થરાજની ભક્તિ ને મુક્તિ ઈચ્છનાર દરેકે દરેક ભાઈબહેનનું પવિત્ર કર્તવ્ય શુદ્ધ સંક૯૫પૂર્વક યથાશક્તિ તપ, જપ, વ્રત, નિયમ કરતા રહેવાનું છે. મન, વચન, કાયાના એગ્ય નિગ્રહરૂપ સંયમ બની શકે તેટલે આદરી, વીર્ય–સંચય કરતા રહી,
ગ્ય તાલીમ મેળવી, આપણે ધર્મઉત્સાહ ટકાવી રાખવા દૃઢ પ્રતિજ્ઞા કરી, તેને દક્ષતાથી પૂર્ણ કરવા માટે પ્રેમપૂર્વક આત્મભેગ આપવાની તૈયારી કરવી. સમાધાન થતાં સુધી ખાનપાન સંબંધી યોગ્ય નિયમ સાથે બ્રહ્મચર્યના પાલનપૂર્વક
અ શ્રી વિમલાચપરમેષ્ટિને નમઃ ” એ પદને પ્રભાતમાં બે ઘડી પર્યત હમેશાં નિયમિત રીતે પ્રસન્ન ચિત્ત જાપ કરતાં રહેવું.
| [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૦૮.]
સદ્દગુરુસ્વરૂપ વર્ણન. ૧. વિધિવત્ ચારિત્રસંપન્ન, શાસ્ત્રવિશારદ, સુહ૬, સુશીલ, ગુરુકુળવાસી અને શિષ્યાદિકના આશયને સમજી, તેમનું હિત કરનારા ગુરુમહારાજ હોય.
૨. ઉત્તમ દેશ, કુળ, જાતિમાં જન્મેલા, ભવ્ય આકૃતિવાળા, દૃઢ સંયણ ને સ્થિરતાવાળા, નિઃસ્પૃહી, આત્મશ્લાઘા રહિત, નિર્માયી, વિશાળ સ્મૃતિવાળા અને જેનું વચન સહુ કોઈ માન્ય કરે એવા આદેયવચની ગુરુમહારાજ હોય.
૩. સહનશીલ, અલ્પ નિદ્રાવંત, મધ્યસ્થ, દેશ-કાળ-ભાવના