________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
જાણુ, મ· પ્રતિભાશાળી અને અનેક દેશેાની ભાષાના જાણુ ગુરુમહારાજ હાય,
૪. ૫વિધ આચાર પાળવાવાળા, સૂત્ર-અર્થ તથા તદુભયના જાણુ, દૃષ્ટાન્ત હેતુ ઉપનય જોડવામાં તથા નેગમાદિક નય–જ્ઞાનમાં કુશળ, તથા ગ્રાહણા કુશળ એવા ગુરુમહારાજ હાય.
૫. સ્વપરશાસ્ત્રના જાણુ, સાગર જેવા ગંભીર, સૂર્ય જેવા પ્રતાપી, ઉપદ્રવને સમાવવા સમર્થ, શાન્ત પ્રકૃતિવાળા અને શુદ્ધ માના ઉપદેશક એવા સેંકડા ગુણેાવડે અલંકૃત શાસનપ્રભાવક ગુરુમહારાજ હાય.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૨૩.
મહાવીર પ્રભુના ખરા અનુયાયી થવા ઇચ્છતા ભાઇબહેનેાએ પવિત્ર ધરત્નની પાત્રતા મેળવી લેવા શું શું કરવુ જોઇએ ?
૧. પરાયાં છિદ્ર દેખવાની ને અવણુ વાદ્ય ખેલવાની, તેમ જ નબળા ને નકામા વિચારા કર્યા કરવાની કુટેવ–ઉછાંછળી વૃત્તિ તજી, ખૂબ ગંભીર બનવું.
૨. ધર્મસાધન કરવામાં ખરાખર કામ આવે એવુ પાંચે ઇન્દ્રિયપૂર્ણ શરીર નિરોગી બન્યુ રહે તેવી દરેક તજવીજ કાળજીપૂર્વક રાખવી. કેાઇ પણ ઇન્દ્રિયમાં ખામી આવે કે રાગ પ્રગટે એવું અવિચારી વર્તન ન જ કરવું.
૩. અન્ય પણ આપણેા લાભ સુખે લઈ શકે એવી એવી ઠંડી પ્રકૃતિ-શાન્ત સ્વભાવ રાખવા જરૂર અભ્યાસ પાડવા.