________________
[ ૧૬૬ ]
શ્રી કÉરવિજયજી ૧૬. પારકી નિંદાને ધંધો કરનાર પોતે કર્મચંડાળમાં ખપે છે. નિંદા એવી બૂરી છે, માટે તે અવશ્ય તજવી.
૧૭. “મનમાં કંઈ અને કહેવું કંઈ” એ બેવડે ગુન્હો કરનારને શિક્ષા પણ બેવડી જ ઘટે, માટે માયામૃષાવાદના દષથી અવશ્ય બચવું.
૧૮. મહાશસ્ત્ર, મહાવિષ ને મહાવ્યાધિ કરતાં પણ અત્યંત દુઃખદાયક વિપરીત શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વનો તે જેમ બને તેમ શીધ્ર પરિહાર કરીને શુદ્ધ શ્રદ્ધા ધારણ કરવાથી જ સર્વ વાતે સુખી થવાય છે.
પર્યુષણ પર્વની આરાધનામાં આ અઢારે પાપસ્થાનકથી બચવા જેટલો ખંતથી બને તેટલા પ્રયત્ન કરે તે દરેકનું કર્તવ્ય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૦૭. ]
‘હિત સંદેશ. (૧) આપણને અત્યારે અણછુટકે શ્રી શત્રુંજય મહાતીર્થની અણમેલી યાત્રા સંતોષકારક સમાધાન મેળવવા ખાતર તજવાની ફરજ પડી છે, તેમાં સઘળી જેન પ્રજા સાથે જૈનેતર પ્રજાની પણ એકવાક્યતા ને ભારે દિલસેજી
૧. સંવત ૧૯૮૨ માં શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા બંધ પડી હતી ત્યારે સ. ક. વિ. મહારાજે જે જેન કોમને “આત્મહિત સંદેશ” પાઠવ્યો હતો તે અહીં લીધો છે.–સંગ્રાહક.