________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૬૫ ] ૬–૯. સંસારચક્રમાં ફેરવનાર ધ-કષાયને ક્ષમાવડે, અહંકારને નમ્રતાવડે, માયાને સરળતાવડે અને લેભને સંતોષવડે જીતી લે.
૧૦–૧૧. જેમ રાતા, કાળા ફૂલના સંસર્ગથી ઉજવળ ફાટિક રત્નનું સ્વરૂપ બદલાઈ જાય છે, તેમ રાગ-દ્વેષના વિકારી પરિણામડે ફાટિક જેવો નિર્મળ આત્મા પણ વિકૃત-વિપરીત-મલિન ભાવ-વિભાવને પ્રાપ્ત થાય છે, એમ સમજી શાણા ભાઈબહેનોએ ઉક્ત રાગ-દ્વેષરૂપ દોષોથી બચવા અવશ્ય લક્ષ્ય રાખવું.
૧૨, કલેશ-કજીયાથી હેત-પ્રીતિ નાશ પામે છે, વૈર-વિરોધ વધે છે, સુખશાન્તિ ઘટે છે ને અશાન્તિ પ્રગટે છે. એવા દુગ્ધદાયક કલહથી સદંતર દૂર રહેવું.
૧૩. કેઈની ઉપર અછતું આળ ઓઢાડવાથી અનેક અનર્થ થવા પામે છે, છેવટે ખાડો ખોદે તે તો પડે જ છે ને દુર્ગતિમાં જઈ દુઃખી દુઃખી થાય છે માટે કે ઉપર અછતા આળ ચઢાવવાથી નિરંતર દૂર રહેવું.
૧૪. ક્ષણિક-કવિપત લાભની ખાતર પારકી ચાડી ખાવાનું કેવું અનિષ્ટ પરિણામ સ્વપરને ભેગવવું પડે છે તેને ખ્યાલ સરખે ય ચાડી ખાનારને ક્યાંથી હોય? ચાડી ખાવાની કુટેવ ભારે અનર્થકારી જાણીને તરત જ તજી દેવી.
૧૫. અજ્ઞાનવશ અસાર વસ્તુમાં પ્રીતિ અપ્રીતિ કરવાથી મન સમતલ ન જ રહે, તેથી પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ નહીં કરતાં સંતોષી રહેવું.