________________
*
ઈિ,
[ ૧૬૪ ]
શ્રી કરવિજયજી શુદ્ધ ધર્મના અથજનોએ સર્વ પાયતાપથી
અવશ્ય બચવું જોઈએ. સર્વ જગતનાં સઘળાં દુઃખને સર્વથા ક્ષય શુદ્ધ ધર્મથી થાય છે, તથા શુદ્ધ ધર્મને સાક્ષાત્ લાભ પાપકર્મને સર્વથા નાશ કરવાથી થાય છે, અને પાપકર્મને સર્વથા નાશ તથાવિધ પુરુષાતનાદિ વેગે થઈ શકે છે, તેથી સુજ્ઞ જનેએ પાપને પ્રતિઘાત કરવા ઉજમાળ થવું ઘટે. દારૂડીઆઓને આવવાના દારૂના પીઠાં જેવા પાપોને આવીને એકઠા થવારૂપ અઢાર પાપસ્થાનકે સમજીને પરિહરવા માટે શાસ્ત્રકારોએ નીચે મુજબ કહ્યું છે:–
૧, પ્રાણધારી કઈ પણ નાના મોટા જીવના બેદરકારીથી સ્વાર્થલુબ્ધ બની પ્રાણ નહિ લેતાં, કાળજીથી તેમનું રક્ષણ કરવું. “દેવું એવું પામવું ને વાવવું એવું લણવું” એ ન્યાયે સર્વને અભય આપવાથી જ આપણે અભય પામી.
૨. પ્રિય ને પથ્ય એવું સત્ય જ કહેવું, પ્રાણાતે જૂઠું ન જ બેસવું.
૩. પ્રાણ જેવી હાલી કંઈપણ પરાઈ વસ્તુ લેવાથી સદંતર દૂર રહેવું અને પ્રમાણિકપણે વર્તવું.
૪. વિષયભેગની લાલસાથી વિરમી, પિતાનાં મન, વચન, કાયાને પવિત્ર રાખવાં.
૫. ધન ધાન્યાદિક પરિગ્રહ ઉપરની મમતા તજી, સંતેષ રાખી, પાપ-તાપથી બચવું.