________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૬૧ ] અને એકાંત, સ્થિર, નિર્દોષ સ્થાન-આસનનું સેવન એ છે ભેદ બાહ્ય તપના સમજી યથાયોગ્ય આદરવા પ્રયત્ન સેવાય તે પરિણામે સારે લાભ થઈ શકે. ઉક્ત બાહ્ય તપનું સેવન કરી અત્યંતર તપની પુષ્ટિ કરવાની છે –
૧. નિજ દષની જ્ઞાની ગુરુ સમીપે આલોચના કરવી, ૨. સણીનો વિનય-સાકાર કરો, ૩. બાળ, વૃદ્ધ, તપસ્વી, રોગી પ્રમુખની સેવા કરવી, ૪. શાસ્ત્રાભ્યાસ કરે, ૫. શુભ ધ્યાનચિંતવન કરવું તથા ૬. શરીરાદિક જડ વસ્તુ ઉપર મોહ તજી સ્થિરતા આણવી–એ છ પ્રકાર અત્યંતર તપના છે. તેના વડે જ આત્મા નિર્મળ થાય છે. તેમ કરવામાં બાહા તપ સાધનરૂપ–સહાયરૂપ નીવડે છે. તેથી જ ઠીક કહ્યું છે કે-વિવેકપૂર્વક એવી જ તપસ્યા કરવી કે જે કરતાં દુર્ગાન થાય નહીં, નિત્ય નિયમમાં ખામી આવે નહીં અને ઇંદ્રિય ક્ષીણ થઈ જાય નહીં (મન પ્રસન્ન–પ્રફુલ્લિત રહે, બોલવાચાલવાની હામ બની રહે અને નિજ કર્તવ્ય-કર્મ સાવધાનતાથી થઈ શકે), વળી જ્ઞાનાભ્યાસ અથવા આત્મસ્વરૂપનું ચિંતવન થયા કરે, પ્રભુ-પૂજા-અર્ચાસેવા-ભક્તિમાં કશી ખામી આવે નહિ, ક્રોધ-રોષ, માન-અહંકાર, માયા–કપટ અને લેભ-અસંતોષ દૂર ટળે, તથા તીર્થકર દેવની આજ્ઞાના પરિપાલનથી કઈ રીતે ચૂકાય નહિ પણ તેનું અધિકાધિક સેવન થયા જ કરે.
ઉપરોક્ત બતાવેલો જ તપ શુદ્ધ-નિર્દોષ કહેલો હોવાથી આત્માથી જનાએ તે અવશ્ય આદરવા ગોગ્ય છે. તનમનવચનની શુદ્ધિ-નિર્મળતા થાય તે માટે તપ કરવાનું છે.
૧૧